જાફરાબાદ તાલુકા ના ભાડા ગામે યોજાયેલ રક્તદાન શિબિરમાં ૮૭ રક્ત દાતાઓ એ રક્તદાન કર્યું.
યોગેશ કાનાબાર રાજુલા
જાફરાબાદ તાલુકા ના ભાડા ગામે યોજાયેલ રક્તદાન શિબિરમાં ૮૭ રક્ત દાતાઓ એ રક્તદાન કર્યું.
ભાડા ગામે સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજની અસીમ કૃપાથી સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે ભાડા પ્રાથમિક શાળા ના ગ્રાઉન્ડ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલું જેમાં ૮૭ રક્ત દાતાઓએ રક્તદાન કરી પરોપકારનું કાર્ય કરેલું.
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ભાડા બ્રાન્ચ ના તમામ સંતો તથા વેરાવળ ઝોન ના સેવાદારોની ટીમ તેમજ વોલેન્ટીયર ભાઈ બહેનો તથા ઉના થી દિવ્ય જ્યોતી વોલન્ટરી બ્લડ બેંકના ડોક્ટર ની ટીમ ના સહકારથી રક્ત દાતાઓએ ૮૭ યુનિટ રક્તદાન કરી ધન્યતા અનુભવી.
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ૧૩,૩૧,૯૦૬ યુનિટ રક્ત સંત નિરંકારી મિશન ના સેવાદાર શ્રદ્ધાળુ સંતજનો દ્વારા માનવતાને સમર્પિત કરવામાં આવેલ છે.
રક્તદાન શિબિર ની સાથે આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરેલું જેમાં સેકડો ધર્મ પ્રેમીઓએ સંતો એ હાજરી આપી અને મુંબઈથી પધારેલા મહાત્મા કાન્હાજી ગડરીયા આશીષવચન આપેલા વર્તમાન સમયના સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજની કૃપાથી પરમાત્માનું બોધ થઈ શકે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાડા બ્રાન્ચ ના મુખી જીગ્નેશભાઈ મકવાણા તથા તમામ સેવાદારો નો ભરપૂર સહયોગ મળેલ તેમ કોડીનાર થી નિપુલકુમાર મેર ની યાદીમાં જણાવેલ છે.
આ બંને કાર્યક્રમમાં ભાડા ગામના તમામ સમાજના આગેવાનો અગ્રણીઓ બધા અધિકારીઓ તેમજ યુવા સંગઠન અને સામાજિક સંસ્થાઓ એ ભરપૂર સહયોગ આપેલ.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.