જેતપુરમાં પતંગના દોરથી બાઇક પર જઇ રહેલ રાજકોટનો યુવાન બન્યો ગંભીર ઇજાગ્રસ્ત. - At This Time

જેતપુરમાં પતંગના દોરથી બાઇક પર જઇ રહેલ રાજકોટનો યુવાન બન્યો ગંભીર ઇજાગ્રસ્ત.


જેતપુરના નવાગઢ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ નજીક નેશનલ હાઈવે રોડ વચ્ચે પતંગના દોરીથી ગળાના ભાગે ઇજા થતાં તેને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો યુવકના ગળે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

શહેરમાં ઉતરાયણ પર્વ અગાઉથી જ પતંગો ચગાવવાની શરુ થઇ જાય છે જેમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો ચાઇનીઝ દોરી વેચે છે અને ખરીદે છે જેના કારણે મૂંગા પક્ષીઓ તથા નિર્દોષ માણસો ભોગ બની રહ્યા છે ત્યારે આવો જ એક એજ રોજ બનવા પામ્યો હતો જેમાં રાજકોટના ઉમિયા ચોક પાસે રહેતા કિશન રમેશભાઈ પટેલ પોતાનું એકટીવા લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા બે દરમિયાન અચાનક ગળાના તેમજ આંખ ના વાગે પતંગનો દોર વાગતા ઘટના સ્થળે ઢળી પડ્યો હતો. ઘટના સ્થળે લોકો દ્વારા 108 ને તાત્કાલિક ફોન કરતા યુવકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. જ્યાં યુવકને ગળા ના ભાગે તેમજ આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તમને વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ.

ASHISH PATDIYA JETPUR


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.