અસારવામાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે આવે દર્દીઓ પરેશાન છે. ઓપીડીમાં ત્રણ એક્સ-રે મશીન છે જેમાંથી 2 બંધ
અસારવામાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે આવે છે. ઓપીડીમાં ત્રણ એક્સ-રે મશીન છે જેમાંથી 2 બંધ છે. જેથી એક્સ-રે માટે દર્દીઓએ દોઢથી બે કલાક સુધી રાહ જોવી પડે છે. દર્દીએ સ્પાઈનનો એક્સ-રે કરાવવો હોય તો ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવે છે. સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીઅે કહ્યું કે, હોસ્પિટલની અોપીડીમાં 3 અેકસ-રે મશીનમાંથી રૂમ નંબર 81માં મુકાયેલા બે મશીન જૂના છે, જેમાંથી એક મશીન કંડમમાં કાઢ્યું છે, તેને બદલે નવું એકસ-રે મશીન અને સીટી સ્કેન મશીન મુકવાના છીએ. ચાર-પાંચ દિવસથી એકસ-રે મશીન બંધ છે. અમદાવાદ.. દિનેશ સોલંકી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.