પોલીસ અને JCI દ્વારા વાહન ચાલકોનું સન્માન કરાયું ટ્રાફિકના નિયમોનું પાલન કરતા આદર્શ વાહન ચાલકોને બિરદાવ્યા - At This Time

પોલીસ અને JCI દ્વારા વાહન ચાલકોનું સન્માન કરાયું ટ્રાફિકના નિયમોનું પાલન કરતા આદર્શ વાહન ચાલકોને બિરદાવ્યા


પોલીસ અને JCI દ્વારા વાહન ચાલકોનું સન્માન કરાયું
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ટ્રાફિકના નિયમોનું પાલન કરતા આદર્શ વાહન ચાલકોને બિરદાવ્યા

સડક એ દેશ અને દુનિયાની પ્રગતિનું એક અવિભાજ્ય અંગ છે, પરંતુ હાલ આ સડકો પર થઇ રહેલા અકસ્માતો આપણા સૌ માટે ચિંતા અને ચિંતનનો વિષય બની ગયા છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઇ પોરબંદર દ્વારા આ માર્ગ અકસ્માતોને કેવી રીતે નિવારી શકાય તેની જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જેસીઆઇ અને પોરબંદર પોલીસ દ્વારા હાઇવે પરથી નીકળતા વાહનનોનું નિરીક્ષણ કર્યું હતું તેમાં હેલ્મેટ પહેરીને, સીટબેલ્ટ લગાવીને વગેરે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને વાહન ચલાવતા વાહન ચાલકોને પ્રોત્સાહિત કરવા સન્માન પત્રો અર્પણ કરી તેમને એક જાગૃત નાગરિક અને આદર્શ વાહન ચાલક તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. આ બહુમાન પ્રાપ્ત થતા વાહન ચાલકોમાં પણ ખુશી આનંદની લાગણી જોવા મળી હતી.

આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઇ કે.એન.અઘેરા, જેસીઆઇ પોરબંદરના સેક્રેટરી સમીર ધોયડા, તેજશ બાપોદરા, બલરામ તન્ના, તેજશ છાયા, જય કાનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.