લાયન્સ ક્લબ ઓફ શિહોર ની ટીમ દ્વારા મંથલી ફેમિલી મીટીંગજલધારા ખોડીયાર મંદિર વાંકિયા રોડ આંબલા ખાતે યોજાઈ
*લાયન્સ ક્લબ ઓફ સિહોર ની મંથલી મિટિંગ*. જલધારા ખોડિયાર મંદિર,વાંકિયા રોડ આંબલા મુકામે લાયન્સ ક્લબ ઓફ સિહોર ની મંથલી ફેમિલી મિટિંગ નું આયોજન તા.૧૧ - ૧ - ૨૫ ને શનિવાર ના રોજ કરવામાં આવેલ . લાયન્સ ક્લબ ની ફેમિલી મીટિંગ નો પ્રારંભ જલધારા ખોડિયાર મંદિર ના મહંત શ્રી શુકદેવનંદજી ને સિનિયર લાયન મેમ્બર્સ એમ.જે.એફ.જયેશભાઈ ધોળકિયા દ્વારા હાર પહેરાવી અને પુર્વ પ્રમુખ લાયન પ્રદીપભાઈ કળથીયા દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરી ને કરેલ. અને ત્યાર બાદ લાયન્સ કલબ આયોજિત લીલી પરિક્રમા જુનાગઢ ના પદ યાત્રિકો ને ચા - પાણી અને પ્રાથમિક સારવાર ની સેવા કરવા ગયેલ કાજાવદર ગામ ના ૨૦ યુવાનો નું પુર્વ પ્રમુખ લાયન અશોકભાઈ ઉલવા,પુર્વ પ્રમુખ લાયન ડો.નિલેશભાઈ પંડ્યા,લાયન જોગેશ ભાઈ પવાર,સિનિયર લાયન મેમ્બર્સ મુકેશભાઈ વોરા,લાયન યોગેશભાઈ મલુકા,લાયન અતુલભાઈ મણીયાર,પુર્વ સેક્રેટરી લાયન ઉદયભાઈ વિસાની દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર બાદ લાયન મેમ્બર્સો દ્વારા પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક નું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે લાયન અશોકભાઈ ઉલવા દ્વારા કાજાવદર ના યુવાનો ને બિરદાવીને લાયન્સ કલબ ની ચાલુ વર્ષની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પ્રાસંગિક પ્રવચન કરેલ અને આભાર વિધિ પ્રમુખ ડો.પ્રશાંત આસ્તિક દ્વારા કરવામાં આવેલ અને ત્યાર બાદ કુદરતી વાતાવરણ માં કાઠીયાવાડી ભોજન રોટલા - ઓળા - માખણ - છાશ - સલાડ-પાપડ ની મોજ માણી હતી . રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.