શિહોર ના ગુંદાળા વિસ્તારમાં આવેલ હરિહર આશ્રમમાંથી ૫.૨૭૧ કિ.ગ્રા.સુકા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G ટીમ - At This Time

શિહોર ના ગુંદાળા વિસ્તારમાં આવેલ હરિહર આશ્રમમાંથી ૫.૨૭૧ કિ.ગ્રા.સુકા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G ટીમ


ગુજરાત સરકારશ્રી દ્વારા “નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં
આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ
અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર નાઓએ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને
નેસ્તનાબુદ કરવા માટે "NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. વધુમાં
માનનીય ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબેને ધ્યાને આવેલ કે, ભાવનગર
શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ
કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન
આવા ગાંજાનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી
બનતી પ્રવૃતિ અટકાવવા માટે નશાકારક પદાર્થનુ બિન અધિકૃત વેચાણ/વાવેતર કરનારને શોધી કાઢી
તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા મ્હે.પોલીસ અધિક્ષક સા.શ્રી નાઓએ સુચના આપેલ હોય.
જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા નાઓના માર્ગદર્શન હેઠળ
એ.એસ.આઇ. વિઠ્ઠલભાઇ ચૈાહણને ચોક્કસ બાતમીના આધારે જામુનદાસ અર્જુનમુની હરીહર ઉ.વ.૬૭,
રહે.સ્મશાન વિસ્તાર, ગુંદાળા વિસ્તાર, શિહોર જી.ભાવનગર વાળાને હરીહર આશ્રમ શિહોર વિસ્તારમાંથી સુકો
ગાંજો જેનું વજન ૫ કિલો ૨૭૧ ગ્રામ જેની કિ.રૂ.૫૨,૭૧૦/- તથા એક મોબાઇલ ફોન જેની કિ.રૂ ૫૦૦૦/-
સહિત કુલ કિ.રૂ ૫૭,૭૧૦/-ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે
એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વિઠ્ઠલભાઇ ચૈાહાણ
દ્વારા શિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આરોપી- જામુનદાસ અર્જુનમુની હરીહર ઉ.વ.૬૭, રહે.સ્મશાન વિસ્તાર, ગુંદાળા વિસ્તાર, શિહોર જી.ભાવનગર
ગુન્હાહીત ઇતિહાસ:- શિહોર પો.સ્ટે. ગુ.ર.નં. ૨૮૨/૨૦૧૯ એન.ડી.પી.એસ. એકટનીકામગીરી કરનાર પોલીસ સ્ટાફ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.યુ સુનેસરા ના માર્ગદર્શન હેઠળ
ASI વિઠ્ઠલભાઇ ચૌહણ, ASI મહાવીરસિંહ ગોહિલ, ASI વિજયસિંહ ગોહિલ, HC જયવીરસિંહ ચુડાસમા તથા
PC હરપાલસિંહ ગોહિલ, PC મિનાજભાઇ ગોરી, PC ધર્મદિપસિંહ જાડેજા, તથા DPC પ્રતાપસિંહ પરમાર,
DPC સુરેન્દ્રસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.