દાહોદ અખિલ ભારતીય અબ્બાસી વેલફેર એસોસિએસન અને શેખ જમીઅતુલ અબ્બાસ ભીસ્તી બિરાદરી સમાજ કલ્યાણ સમિતિ દાહોદ દ્વારા દાહોદના જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યુંટ ખાતે સમૂહ લગ્નનું આયોજન
દાહોદ શહેરમાં અબ્બાસી ભીરતી સમુદાયનું પ્રથમ ઇજતીમાઇ નિકાહ લગ્ન સંમેલન રવિવાર 12.01.2025 ના રોજ જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યુટ, 7 રસ્તો, પરેલ ખાતે ભારતના વરિષ્ઠ સામાજિક કાર્યકરોની હાજરીમાં યોજાનાર છે.આ ઇજતિમાઇ શાદી સંમેલન યોજવાનો હેતુ સમાજને નકામા ખર્ચાઓથી બચાવવા અને ઓછા ખર્ચે ઇજતિમાઇ શાદીઓ યોજીને વ્યવસાયિક ક્ષેત્રે સમાજને વધુને વધુ સમૃદ્ધ બનાવવાનો છે.અને યુવા પેઢીને એક સંદેશ આપવાનો છે.કે બિનજરૂરી ખર્ચાઓ બચાવીને આ પૈસા તેઓ પોતાના બાળકોના શિક્ષણ પાછળ યોગ્ય જગ્યાએ ખર્ચીને તેમનું ભવિષ્ય સફળ બનાવે.આ ઇજતિમાઇ લગ્ન પરિષદો થતી રહેશે.જેમાંથી સમાજને સમયાંતરે લાભ મળતો રહેશે.જેથી કોઈ પણ ગરીબ પરિવાર પોતાની દીકરીને બોજ ન સમજે અને લગ્નના નામે લોન અને વ્યાજના પૈસાથી ઋણી બની જાય.જેને લઈ દાહોદના જૂનીયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ હોલ ખાતે પ્રેસ કોમ્ફરેન્સ યોજાઈ જેમાં રાષ્ટિય ઉપાધ્યક્ષ હાજી આમીન ખા અબ્બાસી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શરાફત હુસેન અબ્બાસી. ગુજરાત યુવા પ્રદેશ અધ્યક્ષ સઈદ હુસેન અબ્બાસ ઉપસ્થિત રહ્યા હતા.
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.