અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે Parshottam Rupala ને એક નાગરિકે કરેલો કોલ વાયરલ - At This Time

અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે Parshottam Rupala ને એક નાગરિકે કરેલો કોલ વાયરલ


અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે Parshottam Rupala ને એક નાગરિકે કરેલો કોલ વાયરલ
અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે ભાજપના નેતાને કરાયો કોલ
ભાજપના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાને નાગરિકે કર્યો કોલ.
સાવરકુંડલાના નરેશ નામના વ્યક્તિઓ રૂપાલાને કર્યો કોલ
પાયલ ગોટી ને ખોટી રીતે ફરીયાદમાં સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી તે અંગે રૂપાલાએ જવાબ ના આપ્યો.
દીકરીને આરોપી બનાવી, સરઘસ કાઢવામાં આવ્યું, અમરેલી એસ.પી. સામે શું પગલા લેશો તેવા રૂપાલાને સવાલો કર્યા
પરસોતમ રૂપાલાએ માત્ર દુઃખદ ઘટના કહીને જવાબો આપવાના ટાળ્યા
રૂપાલાએ તમે પત્રકાર છો તો ક્યા છાપા માંથી છો તે કહો તેવા શબ્દો કહીને કોલ કાપી નાખ્યો
પરસોતમ રૂપાલા જવાબ આપવામાં કરતા હતા ગલ્લાંતલ્લાં
રૂપાલા ને કરેલા કોલનો ઓડિયો સોશીયલ મીડિયામાં થયો વાયરલ
અમરેલીના પીડિતા પાયલ ગોટી મામલે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી Parshottam Rupala ને સાવરકુંડલાના નાગરિક નરેશે ફોન પર સવાલ કર્યા હતા. પાયલ ગોટીને ખોટી રીતે આરોપી બનાવી સરઘસ કાઢવાના મામલે નાગરિકે એમને અમરેલી એસ.પી. સામે પગલા લેવા અંગે પૂછપરછ કરી હતી. કોલમાં રૂપાલાએ આ ઘટનાને માત્ર દુઃખદ ગણાવીને જવાબ આપવાનું ટાળ્યું હતું અને પત્રકાર અંગે માહિતી માંગી અને પૂછ્યું કે, તમે કયા છાપામાંથી છો તે કહો તેવા શબ્દો કહીને તેમણે કોલ કાપી નાખ્યો હતો. આ ટેલીફોનિક વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેથી રૂપાલા પર જવાબદારી ટાળવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ - અશ્વિન બાબરીયા ( અમરેલી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.