શહેરા નગરપાલિકા હોલ ખાતે વન ડે એજ્યુકેશન અંતર્ગત ધોરણ -10ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી ચૌધરી એકડમી દ્વારા ધોરણ -10ના વિદ્યાર્થીઓ માટે શહેરા નગરપાલિકા ખાતે વન ડે એજ્યુકેશન પ્રોગામ યોજવામા આવ્યો હતો. જેમા ધોરણ-10મા સારા માર્કસ સાથે કેવી રીતી ઉચ્ચ ટકાવારી મેળવી શકાય તેને લઈને માહીતી આપવામા આવી હતી. સાથે વિદ્યાર્થીઓ પરિક્ષા સમયે કોઈ માનસિક તાણ ના અનુભવે તે માટે ખાસ કરીને મોટીવેશનલ વિડીયો સ્ટોરી પણ બતાવામા આવી હતી. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સરકારી નોકરીઓ મેળવી પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આગામી સમયમા એસએસસી બોર્ડની પરિક્ષા આવી રહી છે. પરિક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે ચૌધરી એકડમી શહેરા દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ધ્યાનમા લઈને શહેરા નગરપાલિકા ખાતે આવેલા હોલ ખાતે વન ડે એજ્કયુશેન પ્રોગામ રાખવામા આવ્યો હતો.આ સેમિનારમાં ધોરણ ૧૦ નું મહત્વ, ધોરણ૧૦માં સારા માર્કસ પાસ થઈને કેવા અભ્યાસક્રમા જવુ.સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને વિદ્યાર્થીઓને ભણવા પ્રત્યેનો રસ જગાવ્યો હતો. સાથે સાથે સફળ લોકોની સ્ટોરી પર તથા તેમના વિડિયો બતાવી વિદ્યાર્થીઓને એક નવો રાહ, હકારાત્મકતા, આશાઓ ની સાથે સાથે તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરી હતી. સાથે સાથે આજના સમયમા મોબાઈલને લઈને તેની વિપરત અસર શિક્ષણ અને સમાજ પર કેવી અસર જોવા મળે છે,તેની પણ જેવા વિવિધ મુદ્દા પર ચર્ચાઓ તેમણે કરી હતી. સંસ્કાર, શિસ્ત, અને શિક્ષણ પર વધુ ભાર મુકતા કમલેશ પટેલે જણાવ્યુ હતુ કે જ્યાં સુધી આપણે શિક્ષણ નું મહત્વ નહિ સમજી શકીયે ત્યાં સુધી આર્થિક,સામાજિક ક્ષેત્રે કોઈ પરિવર્તન આવી શકશે નહિ માટે તેમણે વધુ માં વધુ લોકો સમાજ માં શિક્ષિત બની સરકારી નોકરી માં વર્ગ 1-2 સુધીની સફર સિધ્ધ કરે તેવી આશાઓ વ્યક્ત કરી. વિદ્યાર્થીઓનો ખૂબ મોટા પ્રમાણ માં સાથ સહકાર રહ્યો તેવો તેમને આભાર વ્યક્ત કર્યો. તાલુકાના સૌ વિદ્યાર્થીઓએ આ સેમિનારમા હાજર રહ્યા હતા.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.