સુઈગામ ખાતે સુશાસન દિવસની ઉજવણી સાથે તાલુકા ભાજપ મંડળના નવ નિયુક્ત પ્રમુખનો સન્માન કાર્યક્રમ યોજાયો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 25 ડિસેમ્બરેના રોજ ભારતીય રાજનીતિના શિખર પુરુષ, કરોડો ભાજપા કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રદ્ધેય એવા સ્વ.અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
સુઈગામ ખાતે આવેલ રાજેશ્વર મંદિર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેની સાથે તાલુકા ભાજપ મંડળના નિમાયેલા પ્રમુખ લક્ષમણભાઈ ચૌધરીનો તાલુકા ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અને પાર્ટીના આદેશોનુસાર કામ કરી પાર્ટી પ્રત્યે વફાદાર એવા લક્ષ્મણભાઈ ચૌધરીની ભાજપ મોવડી મંડળે સુઈગામ તાલુકા મંડળના પ્રમુખ તરીકે પસંદગી કરી હતી,લક્ષ્મણભાઈને ભારતીય જનતા પાર્ટી સૂઇગામના પ્રમુખ જાહેર થતાં, તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા સૂઈગામ રાજેશ્વર મંદિર ખાતે સુશાસન દિવસની ઉજવણી સાથે તાલુકા મંડળના નવની પ્રમુખ લખમણભાઈ અણદાભાઈ ચૌધરીનો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, તાલુકાના નિયુક્ત થયેલા પ્રમુખને કાર્યકરો અને આગેવાનોએ સાલ તેમજ ફુલહારથી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.