જેતપુરમાં દારૂના સેવન કરી મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું, આરોપીની ધરપકડ
મોડી રાત્રે મિત્રની સૂઈ જવાની રાહ જોઈને બેઠલા આરોપીએ યુવકને ઘેરી નિદ્રામાં જ માથામાં ક્રુરતા પૂર્વક પથ્થરના ઘા ઝીંકી ખુની ખેલ ખેલ્યો હતો.
જેતપુરમાં દારૂ પાર્ટીમાં થયેલા ઝઘડાનો ખાર રાખી મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. સાડીના કારખાનામાં ઝઘડો થતાં હાજર ચોકીદારે બંનેને બહાર મૂક્યા હતા. જોકે મોડી રાત્રે મિત્રની સૂઈ જવાની રાહ જોઈને બેઠલા આરોપીએ યુવકને ઘેરી નિદ્રામાં જ માથામાં ક્રુરતા પૂર્વક પથ્થરના ઘા ઝીંકી ખુની ખેલ ખેલ્યો હતો.
વધુ વિગતો મુજબ, જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સૌભાગ્ય નામના સાડીના કારખાનામાં આવી જ ઘટના બની છે. અહીં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશનો પરપ્રાંતિય યુવક રોહિતકુમાર બંસીલાલ દોહે (ઉં.વ 27) અને તેની સાથે રહેતો ગૌરવ નામનો યુવક બંને શનિવારે મોડી રાત્રે કારખાનામાં જ દારુ પાર્ટી કરતા હોતા તે દરમિયાન કોઈ કારણસર ઝઘડો થતાં અહીં હાજર ચોકીદારે બંને યુવકોને બહાર કાઢી મૂક્યા હતા. જે બાદ રોહિતકુમાર સૂઈ ગયો હોય જેનો લાભ લઈને મિત્ર ગૌરવે પથ્થર વડે તેના માથાના ભાગે ઉપરા છપરી ઘા મારી નાશી છૂટ્યા હતો.
આ ઘટનાની જાણ કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોને થતાં રોહિતકુમારને પ્રથમ જેતપુર ત્યાંથી જૂનાગઢ જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન જ યુવકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.
આ બનાવ અંગે જેતપુરમાં રહેતા મૃતક રોહિતકુમારના નાના ભાઈ પંકજ કુમારના નિવેદનના આધારે પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. ત્યારે ઘટનાની ગણતરીની કલોકોમાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે મૂળ ઉત્તરપ્રદેશના આરોપી ગૌરવકુમાર દોહરેની ધરપકડ કરી લીધી છે. વધુમાં મૃતક રોહિત કુમાર અપરણિત હતો અને ચાર ભાઈ અને એક બહેનોમાં સૌથી મોટો હતો તેમજ છેલ્લા 10 વર્ષથી જેતપુરમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.