કચ્છી અસ્મિતા જો ઓચ્છવ અસાંજો કચ્છ સાહિત્ય ઉત્સવ સંદર્ભ માં જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં પત્રકાર પરિષદ યોજાય - At This Time

કચ્છી અસ્મિતા જો ઓચ્છવ અસાંજો કચ્છ સાહિત્ય ઉત્સવ સંદર્ભ માં જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં પત્રકાર પરિષદ યોજાય


કચ્છી અસ્મિતા જો ઓચ્છવ અસાંજો કચ્છ સાહિત્ય ઉત્સવ સંદર્ભ માં જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં પત્રકાર પરિષદ યોજાય

ભુજ કચ્છી અસ્મિતા જો ઓચ્છવ અસાંજો કચ્છ સાહિત્ય ઉત્સવ સંદર્ભ માં જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં પ્રેસ કોન્સફરન્સ યોજાય ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે તા. ૨૫ અને ૨૬ ડિસેમ્બર દ્રિ- દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષથી શરુ થયેલ આ વિશિષ્ટ સાંસ્કૃતિક ઉત્સવની આ બીજી આવૃત્તિ છે. કચ્છ એ વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ એ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આ જીલ્લાના વિશાળ વિસ્તારમાં કચ્છી ભાષા બોલાય છે. ગુજરાત સરકારે આ ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. આ અકાદમી કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસરત છે. આજે કચ્છી ભાષા બોલનાર લોકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આવા સમયે કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે. કચ્છી લોકસાહિત્ય અને લોકસંગીતનો વારસો અત્યંત સમૃદ્ધ અને મૂલ્યવાન છે. આ વારસાની વંદના કરવાનો વિશેષ ઉપક્રમ એટલે કચ્છી સાહિત્ય ઉત્સવ, કચ્છી ભાષાને સમર્પિત આ બીજો સાહિત્ય ઉત્સવ છે. આ ઉત્સવના ઉદઘાટન સમારોહમાં ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા કલેકટર અમિત અરોરા, ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર અને મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત રહેશે. કચ્છનું રત્ન એવા પદ્મશ્રી નારાયણ જોશી આ કાર્યક્રમનું ઉદઘાટન કરી બીજ વક્તવ્ય આપશે. આ કચ્છ સાહિત્ય ઉત્સવમાં યુવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માડુઓને ધ્યાનમાં રાખી સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના અગ્રણી સાહિત્યકારો કાંતિ ગોર, ધીરેન્દ્ર મહેતા, પુષ્પદાનભાઈ ગઢવી, હરેશ ધોળકિયા, પબુ ગઢવી, રમેશ ભટ્ટ, રમઝાન હસણીયા, માવજી મહેશ્વરી આ ઉત્સવમાં વકતવ્ય આપશે, કચ્છ સાહિત્ય ઉત્સવના પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવશે.
આ ઉત્સવનો પ્રારંભ જાણીતા કલાકાર ભારમલ સંજોટ કચ્છી શબદ-સૂરથી કરાવશે. આ ઉત્સવમાં પ્રથમ દિવસે સાત અને સાત એમ કુલ ચૌદ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કચ્છી ભાષા-સાહિત્યને લગતા વિવિધ પાંચ પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમના સ્થાનિક સંયોજક તરીકે ડો. કાશ્મીરા મહેતા જવાબદારી સંભાળી રહ્યા છે. ભુજ અને કચ્છના લોકો આ ઉત્સવને નિ:શુલ્ક માણી શકશે. કાર્યક્રમ માણવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી. આ ઉત્સવમાં કચ્છી લોકસાહિત્યની સાથે સાથે કચ્છી ભાષા માટે કરવા જેવા કાર્યો, કરછી કવિતા, કચ્છી વાર્તાઓ, કચ્છી લોકસંગીત, કચ્છી વાર્તાઓ, કચ્છી બાળસાહિત્ય, કચ્છી પત્રકારત્વ જેવા વિષયો પર કચ્છ-ગુજરાતના નિષ્ણાત વક્તાઓ ચર્ચા કરશે.
પહેલી માળ, અભિલેખાગાર ભવન, વિધાનસભા સામે, સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭. કચ્છી-લોકકલાકાર દેવરાજ ગઢવી, વંદના ગઢલી, રાજગઢવી કવિ માણેક અને કવિ આલ વિવિધ વિદ્યાઓ દ્વારા કચ્છની ચારણી સાહિત્ય પરંપરાનું મંચન કરશે. સુ. શ્રી વૈશાલી સોલંકી જેવા કલાકારો કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરશે. કચ્છના અગ્રણી પત્રકાર શ્રી દીપક માંકડ, કિર્તીભાઈ ખત્રી, શ્રી નવીન જોશી અને શ્રી દલપતભાઈ દાણીધરિયા કચ્છના પત્રકારત્વ વિશેની પેનલ ચર્ચામાં જોડાશે, આ સાહિત્ય ઉત્સવમાં કચ્છની સ્થાનિક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ ભાગ લેનાર છે. કચ્છની સ્થાનિક સંસ્થાઓ જેવી કે ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જીલ્લા વહીવટી તંત્ર, સંવેદના, સ્મૃતિવન સોસાયટી, ભુજ બ્લોગર્સ, રાહાગાર આ ઉત્સવની સહભાગી સંસ્થાઓ તરીકે જોડાયા છે. ઉત્સવમાં ભાગ લેવા માટે યુવાનો દ્વારા કચ્છ લિટરેચર ફેસ્ટીવલની વેબસાઈટ પર મોટા પાયે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું કચ્છી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવે જણાવ્યું હતું. ડો. જાદવે સવિશેષ જણાવ્યું હતું કે સાહિત્યપ્રેમી નાગરિકોએ હજુ સુધી રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો પણ કાર્યક્રમમાં આવી શકે છે, આ ઉત્સવનો લાભ વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચાડવા તેમણે અપીલ કરી જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.