હળવદ તાલુકાના રણજીતગઢ ગામે શ્રી હરિકૃષ્ણ ધામ ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો - At This Time

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે શ્રી હરિકૃષ્ણ ધામ ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો


કેમ્પમાં 110 બ્લડ ની બોટલ એકત્ર થઇ

શ્રી હરિકૃષ્ણ ધામ રણજીતગઢ આયોજિત સપ્ત પાટોત્સવ નિમિત્તે તપોમૂર્તિ શ્રી ભક્તિહરિદાસજી સ્વામી ની પ્રેરણા થી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં 110 બ્લડ ની બોટલ એકત્ર થઇ જેમાં ૭૦ બ્લડ ની બોટલ સી.યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર અને ૪૦ બ્લડ ની બોટલ મહાત્મા ગાંધી હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર) ખાતે દર્દી નારાયણ ની સેવા માં ઉપયોગ માં લેવામાં આવશે આ કેમ્પ માં હરીભક્તો એ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી ધાર્મિક કાર્યક્રમ માં સેવાકીય ભાવ સાથે રક્તદાન કરી સમાજ માં એક સારો સંદેશ આપ્યો છે ત્યારે હળવદ એ રક્તદાન ક્ષેત્રે ગુજરાત માં અવ્વલ નંબરે છે છેલ્લા એક મહિના માં 5 બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે દરેક બ્લડ બેંક માં બ્લડ ની અછત હોઈ ત્યારે તેને નિવારવા હળવદ વાસીઓ કટિબદ્ધ છે

આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા શ્રી હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ના હરિભક્તો એ ભારે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.