વટવા પોલીસે વાયરલ વીડિયો આધારે મોબાઈલ સ્નેચિંગના આરોપીઓ ને ઝડપી લીધા. - At This Time

વટવા પોલીસે વાયરલ વીડિયો આધારે મોબાઈલ સ્નેચિંગના આરોપીઓ ને ઝડપી લીધા.


અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર ૨ જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન ૬ રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ગંભીર ગુન્હાઓ અટકાવવા હાલમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમ્બીંગ અને વાહન ચેકીંગ કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ,

તાજેતરમાં સમાચાર પત્રોમાં રાહ જોતા વૃદ્ધ ને લાફો મારી, મોબાઈલ ઝૂંટવી લેવાયા અંગેના સમાચાર પ્રસિદ્ધ થયેલ હોય વૃદ્ધ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ ના હોય પરંતુ, આ બનાવની ગંભીરતા આધારે ડીસીપી ઝોન ૬ રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વટવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પી.બી.ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ.બી.ગંધા તથા સ્ટાફના હે.કો. મનોજભાઈ,અશોકભાઈ, પો.કો. દિલીપભાઈ, જયરાજભાઈ, કુલદીપસિંહ, શક્તિસિંહ, રાજદીપસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા વાયરલ થયેલ વીડિયો આધારે તપાસ કરવામાં આવતા બે દિવસ પહેલા વહેલી સવારના ગેબનશા પીર દરગાહ તરફ રોડ ઉપર વૃદ્ધ દુકાનના ઓટલા ઉપર બેસેલ હતા ત્યારે એક ઓટો રિક્ષામાં બે અજાણ્યા ઈસમો તેની પાસે આવી વૃદ્ધની વાતચીત કરી તેઓની પાસે રહેલ મોબાઈલ ઝૂંટવી નાસી જાય છે, જે વિડિઓ જોતા સ્ટાફના પો.કો. દિલીપભાઈ તથા રાજદીપસિંહ બે ઈસમો પૈકી એક ઇસમ ભૂતકાળમાં પકડાયેલ શાહરૂખ રહીમભાઈ ઇસ્માઇલ સુમરા હોવાનું જણાઈ આવતા વટવા પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ કોમ્બીંગ તથા વાહન ચેકીંગ દરમિયાન સદભાવના પોલીસ ચોકી પાસેથી આરોપી શાહરૂખ રહીમભાઈ ઇસ્માઇલભાઇ સુમરા ઉવ.૨૭ તથા ગુન્હામાં વાપરેલ ઓટો રિક્ષા નંબર GJ 01 TB 3259 નો ચાલક આરોપી નેહાલ એહમદ નિયામતઉલ્લા અન્સારી ઉવ. ૩૧ રહે. બંને સદભાવના નગર, ચાર માળિયા, વટવા, અમદાવાદને પકડી પાડી સ્નેચિંગ કરવામાં આવેલ વૃદ્ધના મોબાઈલ સહિત કુલ રૂ. 53,000/ નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે.

ઉપરોકત ઘટનામાં સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર આધારે વૃદ્ધ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ ના હોવા છતાં ઝીણવટભરી તપાસ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી ફરિયાદીને પણ શોધી નારોલ પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ સ્નેચિંગ નો ગુન્હો નોંધાવવા તજવીજ કરવામાં આવેલ,

અમદાવાદ શહેર વટવા પોલીસની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આ ગુન્હામાં પકડાયેલ આરોપી શાહરૂખ આ પ્રકારના ગુન્હાઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું જણાઈ આવેલ છે અને ભૂતકાળમાં પણ ચોરીના, મારામારીના તથા લૂટ અને હથિયાર ધારા ભંગના અસંખ્ય ગુનાઓમાં પકડાયેલ છે પોતાને કોઈ કામધંધો ના હોય નશો કરવાની ટેવ હોય જીવન નિર્વાહ ચલાવવા માટે ચોરી, લૂટ, મારામારી કરવાના રવાડે ચડી ગયો હોવાની કબૂલાત કરવામાં આવેલ છે,

વટવા પોલીસ દ્વારા સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર અને વાયરલ થયેલ વીડિયો આધારે જીણવટભરી તપાસ કરી નારોલ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ મોબાઈલ સ્નેચિંગના ગુન્હામાં રીઢા આરોપી શાહરૂખ અને તેને મદદ કરનાર ઓટો રિક્ષા ચાલક આરોપી ને મુદામાલ સાથે પકડી પાડી વૃદ્ધ ફરિયાદ કરવા માંગતા નહીં હોવા છતાં ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ, વટવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ પી.બી.ઝાલા, પીએસઆઈ એ.બી.ગંધા તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં હજુ વધુ બીજા કોઈ ગુન્હા આચારેલા છે કે કેમ...? કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ..? વિગેરે મુદાઓસર વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે તથા આરોપીઓ તથા મુદામાલનો કબ્જો નારોલ પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.