નેત્રંગ ખાતે પોલીસમાં નોંધણી કરાવ્યા વિના પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુધ્ધ ગુનો નોંધાયો
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પોલીસમાં નોંધણી કરાવ્યા વિના
પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુધ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે રાજ્યમાં બહારથી આવેલ પર પ્રાંતિય ઇસમોને મકાન ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસ મથકમાં આ બાબતે નોંધ કરાવવાની હોય છે,પરંતું કેટલાક મકાન માલિકો દ્વારા આ જરૂરી નિયમનું ઉલ્લંઘન કરીને જાહેરનામાનો ભંગ કરાતો હોય છે. નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો નેત્રંગ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જીન બજાર ખાતે આવતા એક મકાનમાં ભાડેથી રહેતા ઇસમને તેનું નામ પુછતા તેણે પોતાનું નામ પ્રિન્સ વિનોદ રાજપુત હાલ રહે.નેત્રંગ અને મુળ રહે.મુંબઇના હોવાનું જણાવ્યું હતું. આ મકાનના માલિકનું નામ રાજેશભાઇ સોહનલાલ શાહ રહે.જવાહર બજાર નેત્રંગના હોવાનું જણાતા મકાન માલિકનો સંપર્ક કરી તેમની પાસે મકાન ભાડે આપ્યા બાબતનો ભાડા કરાર માંગતા તે મળેલ નહિ,તેમજ મકાન ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં કોઇ નોંધ નહિ કરાવી હોવાનું પણ જાણવા મળેલ. પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપી પોલીસમાં નોંધ નહિ કરાવીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોઇ પોલીસે સદર મકાન માલિક રાજેશભાઇ સોહનલાલ શાહ રહે.નેત્રંગના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.