મહુવા: મોરારિબાપુ દ્વારા સહાય મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રૂ. 2 લાખ 25 હજારની સહાયતા રાશિ અર્પણ કરાઈ
મહુવા: મોરારિબાપુ દ્વારા સહાય મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રૂ. 2 લાખ 25 હજારની સહાયતા રાશિ અર્પણ કરાઈ
બે દિવસ પહેલા મુંબઈમાં બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર 15 લોકોનાં કરૂણ મોત નિપજેલ છે. મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પરથી થોડા પ્રવાસીઓ બોટ દ્વારા એલિફન્ટા ગુફા તરફ જઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ ભારતીય નૌકાદળની એક સ્પીડ બોટ પ્રવાસીઓની બોટ સાથે અકસ્માતે અથડાઈ હતી.
ભોગ બનેલી બંને બોટમાં 60 જેટલા પ્રવાસીઓ પ્રવાસ કરતાં હતાં.
અથડામણમાં 15 લોકોનાં કરૂણ મોત નિપજયા છે.
મોરારિબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂા.15 હજાર લેખે કુલ મળીને બે લાખ પચ્ચીસ હજારની સહાયતા રાશિ અર્પણ કરેલ છે અને ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને આવી પડેલી આફતમાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.