કડાણા ની યુ એચ ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ ના ઉમદા કર્યો
👉આજરોજ તારીખ 19/12/2024 ને ગુરુવારના રોજ મુનપુર શાળામાં પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું.
👉આધુનિક સમયમાં જ્યારે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ (AI) ખૂબ જ સરળ બની ગયું છે ત્યારે પુસ્તકાલય જાણે કે એક ઇતિહાસ બની ગયું હોય ત્યારે ....
શાળામાં પુસ્તકાલયના જરૂરિયાત શા માટે? તેમજ પુસ્તકાલયની ઉપયોગીતા વિશે શાળાના ગ્રંથપાલ શ્રી કે આર પાઠક તેમજ અન્ય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
👉મેગેઝીન, સામાયિકો, જુદા જુદા પ્રકાશકોના જુદા જુદા વિષયના પુસ્તકો , સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો, સામાન્ય જ્ઞાનના પુસ્તકો પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા.
👉આ પુસ્તક પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
👉શિક્ષકો દ્વારા પોતાના વિષયના સંદર્ભ પુસ્તકો વિશે પણ જાણકારી આપવામાં આવી.
👉વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક પ્રદર્શન વિશે પ્રતિભાવો પણ આપવામાં આવ્યા .
👉 સાંજે 4 વાગ્યે શાળા માં પુસ્તક પ્રદર્શનનું સમાપન કરવામાં આવ્યું
સર્જિત ડામોર
(કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.