ઝઘડિયા દુષ્કર્મમાં ભરૂચ જિલ્લા વકીલ મંડળે આરોપી તરફે કેસ નહિ લડવા કરી જાહેરાત - At This Time

ઝઘડિયા દુષ્કર્મમાં ભરૂચ જિલ્લા વકીલ મંડળે આરોપી તરફે કેસ નહિ લડવા કરી જાહેરાત


ભરૂચના ઝઘડિયાના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ જિલ્લા બાર એસોસિએશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે.
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી. જેમાં નરાધમ આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળીયો પણ નાખ્યો હતો. જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ જિંદગી સામે પણ લડી રહી છે.
ભરૂચ બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે, નરાધમે વિકૃતિની જે હદ વટાવી દીધી હતી તે જોતા ભરૂચ બાર એસોસિએશનના કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે અને તેને બચાવવા માટે આગળ નહીં આવે.
ભરૂચ પોલીસે પણ આ જઘન્ય અપરાધમાં સીટની રચના કરી પુરાવાઓ એકત્ર કરાઈ રહ્યાં છે. આરોપી વિજય પાસવાનના 5 દિવસના રિમાન્ડ મેળવી ગુરૂવારે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. DYSP ડો. કુશલ ઓઝાના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપીને સખ્તમાં સખત સજા થાય તે માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સોહેલ મન્સુરી, ભરૂચ


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.