વોંધડા પ્રાથમિક શાળામાં એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી. આધોઈ ના મેડીકલ ઓફીસર ડૉ. રોશન સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી.આધોઇ ના આયુષ્માન આરોગ્ય મંદિર વોંધડા વિસ્તાર ની વોંધડા પ્રાથમિક શાળામાં એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામા આવી.
જેમા એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર, કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર દેવાંગી પ્રજાપતિ તેમજ શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષક ગણ હાજર રહ્યા હતા.
જેમા ન્યુટ્રીશન તેમજ આઈ.એફ.એ વિષે વિસ્તૃત મા સમજાવવા મા આવ્યુ હતુ. દરેક કિશોરીઓના એચ.બી કરવામા આવ્યા હતાં.
જેમાં કિશોરીઓ માટે મેહંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
જે કિશોરીઓ ના એચ.બી ઓછા હતા તેમનુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતુ.
ભચાઉ, કચ્છ
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.