હિંમતનગરમાં સહકારીજીન કોટન યાર્ડ જોડે મગફળી ભરેલ ટ્રેક્ટરની ટ્રોલી કાર પર પડતાં કારમાં સવાર લોકોને ઇજાઓ પહોંચી - At This Time

હિંમતનગરમાં સહકારીજીન કોટન યાર્ડ જોડે મગફળી ભરેલ ટ્રેક્ટરની ટ્રોલી કાર પર પડતાં કારમાં સવાર લોકોને ઇજાઓ પહોંચી


હિંમતનગર સહકારીજીન કોટનયાર્ડ  પાસે ટ્રેક્ટર ચાલક ખેડૂત વળાંક લેતો હતો. તે દરમિયાન મગફળી ભરેલી ટ્રોલી પલટી ખાઈ અને બાજુમાંથી પસાર થતી કાર પર પડતાં અફરા તફરી સર્જાઈ હતી. બનાવને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં બેસેલા લોકોને બહાર કાઢ્યાહતા. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી
પણ કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતથી હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી ડાયવર્ઝન મૂકી રસ્તો ખુલ્લો કરવામા આવ્યો હતો.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.