સાણંદના શિયાવાડા પાસેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો.
અમદાવાદમાં સાણંદના શીયાવાડા ચાર રસ્તા પાસેથી ડીગ્રી વગ૨ના બોગસ ડોક્ટરને પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.
ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા લોકોના જન-આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે.
અમદાવાદ ગ્રામ્ય”એસ.ઓ.જી ની ટીમે સાણંદના શીયાવાડા ચા૨ ૨સ્તા પાસેથી ડીગ્રી વગ૨ના બોગસ ડોક્ટરને પકડવા સફળતા મળેલ છે.શીયાવાડા ચા૨ ૨૨તા પાસે ભવાનભાઈ કો.પટેલની દુકાન ભાડેથી રાખી ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબ ની પ્રેક્ટીસ કરતો અને એલોપેથીક દવાઓ આપતો આરોપી સુમન ખોકન બિસ્વાસ હાલ રહે. ભવાનભાઈ
કો.પટેલ ની દુકાનમાં શીયાવાડા ચાર ચા૨ -૨૨તા પાસે તા.સાણંદ જી.અમદાવાદ મુળ રહે.બેલગરીયા હબરા –આઇ નોર્ત ૨૪ ૫૨ગનન્સ હબરા આઇ વેસ્ટ બંગાળ વાળાને જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા તથા મેડીકલના સાધનો મળી કુલ કિં.રૂ.૫૫૪૩/-ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ વિરૂધ્ધ ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ 📹..*
9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.