બોટાદ જિલ્લા પંચાયત ખાતે સપ્ટેમ્બર 2024માં લેવામાં આવેલી આશા બહેનોની NIOS સર્ટિફિકેશન પરીક્ષાનું 100% પરિણામ આવ્યું
બોટાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી NIOS ની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં બોટાદ જિલ્લામાં દર વર્ષે 100% પરિણામ મળી રહ્યું છે. તે જ રીતે છેલ્લે સપ્ટેમ્બર 2024માં યોજાયેલી આશા બહેનોની પરીક્ષામાં પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના આર.સી.એચ.ઓની દેખરેખ હેઠળ અને ARCના આયોજન અન્વયે આ પરીક્ષા લેવાઈ હતી.જેમાં તાલીમકારો ડો. કિરીટ અણીયાળીયા અને ડો.સેજલ ભૂત, ડો.ધર્મેશ દાણીધરીયા, ડો પારુલ જમોડ તથા ડો. રાધેશ ધ્રાંગધરીયાની ટીમ દ્વારા દ્વારા સવિશેષ તાલીમ આપવામાં આવી હતી. આયોજનબદ્ધ તાલીમ થકી 50માંથી 6 આશાબહેનોએ 100માંથી 99 માર્ક મેળવ્યા હતા. તમામ આશાબહેનો બોટાદની જનતા માટે કુશળતાથી આરોગ્યલક્ષી કર્યો કરવા કટિબદ્ધ થયા છે. તેમજ દરેક આશા બહેનોની ખંતપૂર્વક મહેનતનું પરિણામ મળવા પામ્યું છે. જેના દ્વારા જાહેર જનતા સુધી સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત બની રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.