હિંમતનગર તાલુકાની હાથરોલ પ્રાથમિક શાળા ખાતે સમર્થ જ્વેલર્સ ધ્વારા સ્વેટર વિતરણ કરવામા આવ્યુ
હિંમતનગર તાલુકાના હાથરોલ ગામની પ્રાથમિક શાળામા સમર્થ જ્વેલર્સ હિંમતનગર અને વિસનગર ધ્વારા શાળાના બાળમંદીરથી ધો.૮ સુધીના તમામ બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજવામા આવ્યો હતો. જેમાં ડિરેક્ટર ઓફ સમર્થ જ્વેલરી અલ્પેશભાઈ પટેલ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ યશ પટેલ, મેનેજર રવિભાઈ પટેલ (હિંમતનગર), મુકેશસિંહ પરમાર, આશાબેન સુથાર, અનિષાબેન પટેલ, સોનલબેન સુથાર, એસ.આર.શાહ પ્રિન્સિપાલ રાજુભાઇ પટેલ, શિક્ષક સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વેટરનું વિતરણ કરવા બદલ દાતાને તથા તેમની ટીમને બિરદાવાઈ હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.