*અરવલ્લી સાબરકાંઠા ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા બુટાલ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી* - At This Time

*અરવલ્લી સાબરકાંઠા ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા બુટાલ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી*


*અરવલ્લી સાબરકાંઠા ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા બુટાલ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

અરવલ્લી સાબરકાંઠા ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા બુટાલ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી તા 15.12.2024,ને રવિવારે ધનસુરા જે એસ મહેતા હાઇસ્કૂલ ખાતે પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ, દરશુકેર ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ આત્મ નિર્ભર થીમ પર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ના ભોજન દાતા શ્રી જયમીન ક્વોરી વડાગામ તથા મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હેમલતાબેન પી પટેલ, સમારંભ અધ્યક્ષ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઇ સાહેબ શ્રી, અતિથી વિશેષ તરીકે ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત ભરતભાઇ પરમાર ,તથા ધનસુરા તા રેડ ક્રોસ સોસાયટી ચેરમેન શ્રી ગોવિંદભાઈ એસ પટેલ, તથા પટેલ મહેશભાઈ સહકારી મંડળી ચેરમેન શ્રી બુટાલ તથા દર્શિતાબહેન શાહ પાશ્વનાથ ભાતાઘર ચેરીટેબલ ટ્રસ્ટ જતીનભાઈ સીગલ ,તથા પટેલ હસમુખભાઇ એમ નિવુત કર્મચારી મંડળ ધનસુરા, અતિથી વિશેષ શ્રી ધનસુરા જે એસ મહેતા હાઇસ્કૂલ આચાર્ય શ્રી પ્રકાશભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.રજીનીભાઇ એમ પટેલ નિવુત તલાટી કમ મંત્રી શ્રી બુટાલ તથા બુટાલ ના આગેવાનો ઉપસ્થિત રહી દિવ્યાંગ ભાઈ બહેનો ને સુભાષી્ષ પાઠવ્યા હતા દિવ્યાંગ આત્મ નિર્ભર થીમ પર ટી ટેબલ નં 2, સિલાઈ મશીન નં 4 તથા વિલહચેર નં 15., તથા બગલ ઘોડી નં 30, સાંભળવા ના મશીન નં 10.,વિના મૂલ્યે મહેમાનો દ્વારા વિતરણ કરવામાં આવી હતી કારીયક્રમ ની સફળતા માટે સંસ્થા ના કારીયકરો કરશનભાઇ, પ્રકાશભાઈ જોષી ,પુષ્પાબેન પટેલ તથા વિજયભાઈ રાણા તથા લાલાભાઈ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.