બાલાસિનોર માં ડમ્પિંગ સાઈટ પર 3 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નાશ કરાયો
65 લાખ થી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો: ; લાખોના દારૂ પર બુલડોઝર ફેરવાયું
મહિસાગર જિલ્લાના બાલાસિનોર માં આજે ડમ્પિંગ સાઈટ પર દિવસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનનો 559
74 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 65 લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા 1વર્ષ માં મહિસાગર ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો 55974 બોટલો કિંમત રૂ.65 લાખ થી વધુનો વિદેશી દારૂનો બાલાસિનોર નગરપાલિકા ના ડમ્પિંગ સાઈટ માં નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં મહિસાગર જિલ્લા DYSP કમલેશ વસાવા,બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, મામલતદાર બાલાસિનોર વિરપુર, નશાબંધી અધિકારી અને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના PI અનશુમન નિનામા,દેવ પોલીસ સ્ટેશન ના Pi એ.બી.દેવધરા, વિરપુર પોલીસ સ્ટેશન PI બી.એમ પટેલ અને PSI સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.
આ અંગે DYSP કમલેશ વસાવા જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષ માં બાલાસિનોર ટાઉન, બાલાસિનોર ગ્રામ્ય, વિરપુર પોલીસ સ્ટેશનના દારૂનો જથ્થો બાલાસિનોર નગરપાલિકા ના ડમ્પિંગ સાઈટ પર પ્રાંત અધિકારી, મામલતદાર, નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના PSI, PI સહિત સ્ટાફની હાજરીમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 55974 વિદેશી દારૂની બોટલ રૂ. 65 લાખ 63 હજારના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.