*તલોદ તાલુકા ની પત્રકાર એકતા પરિષદ ની સામાન્ય સભા તલોદ માર્કેટ યાર્ડ ના હૉલ માં યોજાઈ*
*તલોદ તાલુકા ની પત્રકાર એકતા પરિષદ ની સામાન્ય સભા તલોદ માર્કેટ યાર્ડ ના હૉલ માં યોજાઈ*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ,સાબરકાંઠા*
તલોદ તાલુકા પત્રકાર એકતા પરિષદ ની સામાન્યસભા પત્રકાર એકતા પરિષદ નાં પ્રમુખ અશ્વિન ભાઈ ઉપાધ્યાય ના અધ્યક્ષ સ્થાને આજરોજ તલોદ માર્કેટ યાર્ડ ના સભાખંડ ખાતે મળી હતી જેમાં પત્રકારો ના વિવિધ પ્રશ્ન ની ચર્ચા વિચારણા કરી હતી. આજની સામાન્ય સભામાં તલોદ ના પત્રકાર દશરથ ભાઈ વણઝારા ઊપસ્થિત રહી સંગઠનમાં જોડાયા હતા જેઓનું પ્રમુખ અશ્વિન ભાઈ ઉપાધ્યાય દ્વારા આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે પત્રકાર મિત્રો અમીત ભાઈ પટેલ શારીરિક અસ્વસ્થતા ના લીધે આવી શક્યા ન હતા પણ સંગઠ્ઠન મા જોડાવાની સંમતિ આપી હતી. જ્યારે અન્ય એક પત્રકાર પરેશભાઈ શર્મા બહારગામ હોઈ સંગઠ્ઠન મા જોડાવા માટે સંમતિ આપી હતી.આ પત્રકાર મિટીંગ માં જીતુભાઈ ત્રિવેદી, રાકેશભાઈ શાહ,તૃષારકુમાર જોષી, અર્જુનસિંહ તેમજ મુન્ના ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં. અંતે સૌ સભ્યો અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.