ચુડા તાલુકામાં આવેલા સિધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લેતાં પદાધિકારીઓ અને ખેડૂતમિત્રો
ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રાજ્યમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા દિવસે ચુડા તાલુકામાં આવેલા ચુડા ગામે રહેતા નારાયણભાઈ લકુમના સિધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફોર્મની મુલાકાત ખેડૂતમિત્રો માટે યોજવામાં આવી હતી ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વેગ ઉત્તરોત્તર વધી રહ્યો છે જેમાં આત્મા, કૃષિ બાગાયત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જિલ્લામાં ચાલતી વિવિધ પ્રાકૃતિક કૃષિની યોજનાકીય માહિતી ખેડૂતોને વિગતવાર મળી શકે તે માટે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફોર્મની મુલાકાત રવિ કૃષિ મહોત્સવ દરમિયાન યોજવામાં આવી હતી આ તકે પ્રાકૃતિક કૃષક નારાયણભાઈ લકુમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પ્રાકૃતિક કૃષિ અંગે પોતાનાં અનુભવો વર્ણવ્યા હતા પ્રાકૃતિક ખેતી દ્વારા ગુણવત્તાયુક્ત આહારની સાથે સાથે સારું એવું ઉત્પાદન પણ મેળવી શકાય છે આથી મહત્તમ ખેડૂતો ઝીરો બજેટ વાળી પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે કૃષક મિત્રોને પ્રેરિત પણ કર્યા હતાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા, મિશ્ર પાક પધ્ધતિ જેવા પ્રાકૃતિક કૃષિ માટે મહત્ત્વના પરિબળો વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ આયામોનું પાલન કરીને સારી ખેતી કરી, નહીવત ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ આવા મોડલ ફોર્મની મુલાકાત કરે, પ્રાકૃતિક ખેતી અપનાવે અને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં પ્રાકૃતિક કૃષક નારાયણભાઈ લકુમ દ્વારા પોતાના ખેતરમાં ઉત્પાદિત પાકો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે ઉપસ્થિત મહાનુભાવોએ તથા કૃષક મિત્રોએ નિહાળ્યા હતા નારાયણભાઈ પોતાના ફાર્મમાં મિશ્ર પાક પધ્ધતિથી પાકોનું વાવેતર કરી, શુધ્ધ અને સાત્વિક ઉત્પાદનો મેળવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન ચુડા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઇ માધર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ચૌધરી સાહેબ, જે. એન. ઠાકર, તાલુકા નોડલ અધિકારી સિણોજીયા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ટમાલીયા સાહેબ, ચુડા તાલુકા વિસ્તરણ અધિકારી હિરલબેન, ગ્રામસેવકઓ તથા ગોખરવાળા ગામ, કંથારીયા ગામ તેમજ ચુડા ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.