અપશબ્દો બોલવાની ના પાડતાં સમીર પર શખ્સનો છરી વડે હુમલો
અપશબ્દો બોલવાની ના પાડતાં સમીર પર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. સમીર કેસરી હિંદ પુલ નીચે નરસંગપરામાં હતો ત્યારે હુમલો કર્યો હતો. હાલ તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જુની કલેકટર ઓફિસ પાછળ નરસંગપરા શેરી નં-5 માં રહેતાં સમીર ઉર્ફે સમીરા રજાકભાઈ મુસાણી (ઉ.વ.19) તેઓ આજે સવારના 11 વાગ્યા આસપાસ કેસરી હિંદ પુલ નીચે નરસંગપરા ખાતે હતો ત્યારે વિષ્ણુ નામનો શખ્સ અપશબ્દો બોલતો હોય.
જેથી સમીરએ અપશબ્દો બોલવાની ના પાડતાં વિષ્ણુ ઉશ્કેરાયો હતો અને છરી વડે હુમલો કર્યો હતો. બાદ 108 મારફત સમીરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે પ્રદ્યુમન નગર પોલીસે ગુનો નોંધી કાયેવાહિ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.