આસુવીરા હોટલ, માનસ હનુમાન મંદિરની બાજુમાં ગેસની ચોરી કરી બાટલા રીફીંલીંગ કરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા
લાકડીયા પો.સ્ટે વિસ્તારમાંથી ગેસની ચોરી કરી બાટલા રીફીંલીંગ કરતા આરોપીઓને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ
લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે નવા કટારીયા પાટીયા વાળા રોડથી સામખીયારી તરફ જતા નેશનલ હાઇવે રોડ પર આસુવીરા નામની હોટલ આવેલ છે, જે હોટલ ગજેન્દ્રસિંહ શેખાવત રહે. રાજસ્થાન વાળો ચલાવે છે અને તે પોતાના આર્થિક ફાયદા સારૂ બીજાઓનો જીવ જોખમાય તે રીતે કંડલાથી ગેસ ભરી જતા ટેન્ડર ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી પોતાના કબ્જા ભોગવટાની હોટલના પાછળના ભાગે ટેન્ડરોમાંથી ગેસની ચોરી કરી બાટલાઓમાં ભરી રીફીલીંગ કરે છે અને હાલે તેની હોટલ ઉપર ટેન્ડરમાંથી ગેસ ચોરી કરી બાટલાઓમાં ભરવા (રીફીલીંગ) નુ કામ ચાલુમાં છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા ગેસનુ ટેન્કર રજી.નં. જીજે-૧૨-એવાય-૫૬૩૨ વાળુ ઉભેલ હોઈ અને ટેન્ડરના વાલ્વ પાસે બે ઈસમો ગેસના બાટલા રાખી ટેન્ડરમાંથી ગેસની ચોરી કરતા હોવાનુ જણાઈ આવતા આરોપીઓને પકડી પાડી લાકડીયા પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે લાકડીયા પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) ગજેન્દ્રસિંહ શ્યામસિંહ શેખાવત ઉ.વ. 30 રહે. હાલ આસુવીરા હોટલ, માનસ હનુમાન મંદિરની બાજુમાં -નવા કટારીયા તા.ભચાઉ મુળ રહે. ઇન્દોખા થાના-ગચ્છીપુરા તા.મકરાણા જી.નાગોર રાજસ્થાન (હોટલ સંચાલક)
(૨) મહમદ શાહબુદીન મહમદ રહમતહુશેન શેખ ઉ.વ. ૩૯ ૨હે. સોહરોલ થાના-બીનીપટી જી.મધુબની (બિહાર) (ડ્રાઇવર)
શોધાયેલ ગુનો-
- લાકડીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૩૩/૨૪ બી.એન.એસ.૬.૩૦૩(૨),૨૮૮,૫૪
મુદામલ ની વિગત -
ગેસના બાટલા નંગ-૫ કિ.રૂ. ૧૫૦૦૦/-
ખાલી બાટલા નંગ-૨૪ કિ.રૂ. ૪૮૦૦0/-
ગેસ ભરવા માટે પાંચ નળી વાળુ નોઝલ કિ.રૂ. ૨૦૦૦/-
ટેન્ડર રજી.નં. જીજે-૧૨-એવાય-૫૧૩૨ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
ટેન્ડરમાં ભરેલ ગેસ ૧૬.૦૪૫ ટન કિ.રૂ. ૧૧,૨૭,૫૨૩/-
ડુલે કિ.રૂ. ૨૧,૯૨,૫૨૩/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.