સાબરકાંઠા…….. ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડતી ખેરોજ પોલીસ
સાબરકાંઠા........
ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરીના આરોપીને ઝડપી પાડતી ખેરોજ પોલીસ
તારીખ 30 11 2024 ના રોજ ખેરોજ પીઆઇ શ્રી ડી એન સાધુ સાહેબની સૂચનાથી સર્વેલેન્સ સ્કવોર્ડ ના માણસો પ્રોહિબિશન ની દિશા માં સતત વોચમાં હતા તે દરમિયાન અ. પો.કો. વિરેન્દ્રકુમાર અમૃતભાઈ ને ખાનગી રાહે હકીકત મળેલ કે કોટડા ગઢી તાલુકો પોશીના ગામે એક લાલ કલરનું સ્વેટર પહેરેલ ઈસમ બિલ વગર નો મોબાઇલ ફોન સસ્તા ભાવે વેચવા સારું ફરે છે જે બાતમી હકીકતના આધારે સર્વેન્સના માણસો સાથે કોટડા ઘઢી ગામે જઈ આ વર્ણન વાળા તમને પકડી પાડી ઈસમનું નામ ઠામ પૂછતા પોતે નામે નજીરભાઈ ધર્માભાઈ નેતાભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે 19 વર્ષ રહેવાસી હુંરોત ફળિયુ કોટડા ગઢી તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠાનો હોવાનું જણાવેલ તથા સદર વ્યક્તિની તપાસ કરતા સેમસંગ ગેલેક્સી A14 આછા મહેંદી કલર નો મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઈલ ફોનના આધાર પુરાવા માંગતા જવાબ મળેલ નહીં જેથી યુક્તિ પ્રયુક્તિ થી પૂછતા પોતે આ મોબાઈલ ફોન આજરોજ સવારે આશરે સાડા આઠ વાગે કોટડા ઘઢી ચાર રસ્તા પાસે અગરબત્તી ભરેલ છોટા હાથી માંથી ચોરી કર્યો હોવાનું કબૂલ્યું હતું જેની કિંમત આશરે 13, 999થી થાય તેવી હતી આ બાબતે ખેરોજ પોલીસ સ્ટેશન એ ગુનો નદી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.