ચોરી થયેલ મોટર સાયકલ-૦૨ કિ.રૂ.૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૧/૧૨/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *અનિરૂધ્ધસિંહ ગોહિલ એ.એસ.આઇ.,એલ.સી.બી.,ભાવનગરનાઓને બાતમી મળેલ કે,* કાળા કલરનો શર્ટ અને સફેદ કલરનું પેન્ટ પહેરીને ભાવનગર,નવા ગુરુદ્રારાની સામે જાહેર શૌચાલય પાછળ બે નંબર પ્લેટ વગરના મો.સા સાથે ઉભેલ છે. જે મોટર સાયકલ તેઓ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં ઇસમ નીચે મુજબના મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. તેની પાસે મોટર સાયકલ અંગે આધાર પુરાવા હોય તો રજુ કરવા કહેતાં તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ મોટર સાયકલ તે કયાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરવામાં આવેલ.
આ ઇસમને મોટર સાયકલ અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, *આજથી વીસેક દિવસ પહેલા સીદસર ગામ ભોળાનાથના મંદિર પાસેથી તથા આજથી ત્રણેક દિવસ પહેલા બપોરના સમયે તળાજા જકાતનાકા ખોડીયાર મંડપ પાસે સીદસર રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.* જેથી આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.જે અંગે વરતેજ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ છે.
*પકડાયેલ માણસઃ-*
વિજયભાઇ વિક્રમભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે. તુષારભાઇ મહારાજના મકાનમાં ભાડેથી, હર ભોલે ફરસાણની પાછળ, ભાવનગર મુળ-લાઠીદડ તા.જી.બોટાદ
*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-*
1. કાળા કલરનું વાદળી તથા ગુલાબી પટ્ટાવાળુ હીરો કંપનીનું રજી.નંબર વગરનું ચેસીઝ નંબર-MBLHAW23 3P5D00495વાળું મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/-
2. કાળા કલરનું ગ્રે તથા બ્લ્યુ પટ્ટાવાળુ હીરો હોન્ડા કંપનીનું રજી.નંબર વગરનું ચેસીઝ નંબર-MBLHA10EZ B9L04778 વાળું મોટર સાયકલ કિ.રૂ.30,૦૦૦/- મળી *કુલ કિ.રૂ.૮૦,૦૦૦/- નો મુદ્દામાલ*
*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-*
1. નિલમમબાગ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૬૨૨/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩(૨) મુજબ
2. વરતેજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૮૭૨/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાવકુદાન કુંચાલા, માનદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.