લીલીયા મોટા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું 105 કૃતિઓ રજૂ કરાઈ
લીલીયા મોટા ખાતે શ્રી અમૃતબા વિદ્યાલય ખાતે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મુખ્ય વિશે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ની અધ્યક્ષતામાં ખુલ્લું મૂકવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે સૌ પ્રથમ બાળ વૈજ્ઞાનિકો ના વરદ હસ્તે દિપક પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવેલ ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ ત્યારબાદ શાળા સંચાલક મંડળ ના પ્રમુખ અરૂણભાઇ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નું શાબ્દિક સન્માન કરવામાં આવેલ ત્યારબાદ શાળા સંચાલક મંડળ ના ટ્રસ્ટી અરુણભાઈ પટેલ,મગનભાઈ વિરાણી,બાબુભાઈ ધામત, મનસુખભાઈ ચોપડા, ધીરુભાઈ ઉમરેઠિયા એ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પૂર્વ ધારાસભ્ય હનુંભાભા ધોરાજીયા સહિતના મહાનુભાવો નું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન ના સ્મરણો યાદ કરી બાળ વૈજ્ઞાનિકો ની કૃતિઓ નિહાળી પ્રોત્સાહિત કરેલ આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, ગૌતમભાઈ વિછીયા,જીગ્નેશ સાવજ,ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી,કેતનભાઇ ઢાકેચા સરપંચ જીવનભાઈ વોરા, આનંદ ધાનાણી, સહિતના મહાનુભાવ હાજર રહેલ સમગ્ર આયોજન સફળ બનાવવા શાળા આચાર્ય હસમુખભાઈ કરડ ના માર્ગદર્શન તળે સ્ટાફ કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવેલ તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર
ઇમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.