લીલીયા મોટા ખાતે મકાન માલિકો દ્વારા મકાન ભાડે આપી નોંધણી ન કરાતા બે મકાન માલિક વિરૂદ્ધ નોંધાયો ગુનો
ભાડુઆત જાહેરનામાં અંતર્ગત લીલીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ આઇ.જે.ગીડા એ જણાવેલ હોય કે કોઈપણ વ્યક્તિઓને પોતાનું મકાન દુકાન કોઈ ઔદ્યોગિક એકમ ભાડે આપતા પહેલા સરકારશ્રીના સિટિઝન પોર્ટલ ઉપર ભાડુઆત નોંધણી કરાવી તેની પહોંચ તથા ભાડા કરાર ની નકલ લઇ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવવા આ તકે જાહેર જનતાને પી. આઈ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે જેને લઇ લીલીયા ટાઉન ખાતે અલગ અલગ જગ્યાએ ભાડુઆત નોંધણી ન કરેલ મકાન માલીક ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી 2 ગુના દાખલ કરતી લીલીયા પોલીસ ટિમ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (કાયદો અને વ્યસ્થા વિભાગ), ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા જિલ્લા ખાતે ભાડૂઆત નોંધણી ચેક ક૨વા અંગે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાંઓ દ્વારા જીલ્લા ખાતે ભાડુઆત નોંધણી ચેક કરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે નોંધણી ન કરાવેલ મકાન માલીક વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ અધિક્ષક હિમકર સિંહ અમરેલી નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા આ ઝુંબેશ બાબતે જિલ્લા ખાતે વધુમાં વધુ કામગીરી ક૨વા સૂચના આપેલ હોય
જે અનુસંધાને લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઇ.જે.ગીડા ની સૂચના અનુસાર લીલીયા પોલીસ ટાઉન જમાદાર ગૌતમભાઈ.ખુમાણ તેમજ સંજયભાઈ ઇટાલીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન લીલીયા ટાઉન ખાતે આવેલ ગાયત્રી મંદિર સામે આવેલ દે.પૂ વાસ માં રહેતા કાળુભાઈ.દેવશીભાઈ વાઘેલા ના મકાનમાં કચ્છથી આવેલ એક ઈસમ ભાડા કરાર વગર અશોકભાઈ. ડાયાભાઈ વાઘેલા રહેતો હોય જે રહે કચ્છ પરાગપરા ગામ તા.મુદ્રા જી.કચ્છ ને જડપી મકાન માલિક વિરૂદ્ધ ધોરણ સર ની કાર્યવાહી કરવા માં આવેલ તેવી જ રીતે લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ખારા ગામ ખાતે ભુજ બલદાન ગઢવી દ્વારા અન અધિકૃત ભાડા કરાર કરાવ્યા વગર રહેતા ઈસમ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવેલ મકાન માલિકો દ્વારા ભાડે આપેલ મકાન ખાતે જઈ ચેક કરતા મકાન માલીક દ્વારા ભાડા કરાર વગર વ્યક્તિઓને પોતાના મકાન ભાડે આપી જે ભાડૂઆત અંગેની વિગત સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ન કરાવેલ હોય અને જીલ્લા મેજી. સા.અમરેલી નાઓ દ્વારા ભાડૂઆત નોંધણી કરાવવા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બે ઈસમો વિરુધ્ધ B.N.S. કલમ - ૨૨૩ હેઠળનો ગુનો દાખલ કરી લીલીયા પોલીસે ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.