હળવદ ખાતે બજરંગદળ દ્વારા નસામુક્ત અને પ્લાસ્ટિક મુક્ત સમાજ બને તેવા હેતુ થી “રન ફોર હેલ્થ” મેરેથોન નું આયોજન કરાયું
બજરંગદળ સંસ્કાર સપ્તાહ ની ઉજવણી સંદર્ભે કાર્યક્રમ નું આયોજન
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા સંસ્કાર સપ્તાહ અંતર્ગત રન ફોર હેલ્થ નો કાર્યક્રમ નશા મુક્ત ભારત તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત બને તેવા શુભ આશય થી "રન ફોર હેલ્થ" મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન સરસ્વતી શીશુ મંદિર થી પ્રારંભ થઈ હતી જે હળવદ ની મુખ્ય બજાર માં થઈને રાજોધરજી હાઇસ્કુલ સમાપન થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વિરોધી તાકાત દ્વારા દેશ ના યુવાનો ને ડ્રગ્સ ના રવાડે ચડાવી દેશ ના યુવાધન ને બરબાદ કરવાના ષડયંત્ર ને જડમુળ થી નેસ્ત નાબૂદ કરવા માટે રન ફોર હેલ્થ નુ આયોજન કરવામાં આવ્યું.જેમાં હળવદ ની સાંદિપની વિદ્યાલય ના બાળકો,તથા મહર્ષિ ગુરુકુળ ના બાળકો તેમજ હળવદ પોલીસ ના અધિકારીઓ જવાનો અને વેપારી સંગઠનો જોડાયેલ હતા આ કાર્યક્રમ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત શ્રી દીપકદાસજી મહારાજ , બજરંગદળ ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર , વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહ મંત્રી પરેશભાઈ રાવલ , જન્માષ્ટમી શોભાયાત્રા ના અધ્યક્ષ ડૉ મિલનભાઈ માલમપરા , વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ , PSI આંબરિયા સાહેબ સહિત સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર સૌ એ નસામુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે સંકલ્પ કર્યો હતો
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.