સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૬ નવેમ્બર બંધારણ દીવસ ના ૭૫ વર્ષ ની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.
સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૬ નવેમ્બર બંધારણ દીવસ ના ૭૫ વર્ષ ની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.
.... .... .... .... .... .... ..
ભારતીય બંધારણ ૨૬ મી નવેમ્બર ૧૯૪૭ ના રોજ અપનાવવામાં આવેલું તેનાં ૭૫ વર્ષ ની ઉજવણી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ અને કોમ્યુટીની ધ યુથ કલેકટિવ દ્વારા આદર્શ સેકન્ડરી સ્કૂલ ના સહયોગથી શાળા માં ચાલતાં સંવિધાન બી અ જાગ્રીક પ્રોગ્રામ ના જાગરિકો, શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમંત્રિતો ની ઉપસ્થિતિ માં વિવિધ પ્રોગ્રામો દ્વારા ઊજવણી કરવામાં આવી.
જેમાં સામૂહિક રીતે ભારતીય બંધારણ ની પ્રસ્તાવના નું વાંચન કરવામાં આવ્યું. પ્રોગ્રામ કો ફેસિલેટર જુહિયા ખાન સાથે જાગરિક વિદ્યાર્થી ઓ દ્વારા નાટક કરવામાં આવ્યું તેમજ અધિકારો અને કર્તવ્યો સાથે બંધારણ દીવસ નું મહત્વ સમજાવવા માં આવ્યું. સેકન્ડરી સ્કૂલના શાળા ના સુપરવાઇજર શિક્ષિકાશ્રી જાસ્મીન બેન એ પટેલ દ્વારા બંધારણ દીવસ ના મહત્વ વિષે સમજ આપવામાં આવી. સંસ્થાના પ્રમુખ ગુલનાર બેન પઠાણ દ્વારા બંધારણ દ્વારા મળેલા અધિકારો અને કર્તવ્યો વિષે માહિતી આપી આજના દિવસનું મહત્વ સમજાવેલ. શાળા માં સાત સપ્તાહ સુધી ચલાવવા માં આવેલા સંવિધાન લાઇવ બી એ જાગ્રિક પ્રોગ્રામ ના ૬૦ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે લીડરશિપ લેવા માટે તૈયાર થયેલા જાગરિક કિશોરીઓ શેખ ફાતેમા, તાબડીયા આયમન, મન્સૂરી ઇલમા, મન્સૂરી અક્ષા, આલિયા , તસનીમ ને મેડલ આપી સમ્માનિત કરવામાં આવેલ. જાગરિક વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણ વિશેના સાહિત્ય નું પ્રદર્શન જુહિયા ખાન ના સહયોગ થી યોજવામાં આવતાં મોટી સંખ્યામાં સહુએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.