બે ટીપા દરેકવાર, બાળકની લઈએ દરકાર’* ———— *ગીર સોમનાથ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના
*'બે ટીપા દરેકવાર, બાળકની લઈએ દરકાર'*
------------
*ગીર સોમનાથ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના
૧,૩૪,૫૩૩ બાળકોને પોલિયોથી સુરક્ષિત કરાશે*
----------
*તા.૦૮/૧૨/૨૦૨૪ને રવિવારના દિવસે ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવાશે*
---------
ગીર સોમનાથ તા.૨૯: ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોયના અધ્યક્ષતામાં એસ.એન.આઈ.ડી. વર્કશોપ યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ ૧,૩૪,૫૩૩ બાળકોને પોલિયોના ટીપાથી સુરક્ષિત કરવા અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં 'બે ટીપા દરેકવાર, બાળકની લઈએ દરકાર'ના સૂત્રને અનુસરી જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ મેડિકલ હેલ્થ ઓફિસરને આગામી પોલિયોના રાઉન્ડમાં એકપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહી જાય તે માટેનું ઝીણવટભર્યું આયોજન કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
આગામી તા.૦૮/૧૨/૨૦૨૪ને રવિવારના રોજ પોલિયો દિવસ અંતર્ગત ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવવામાં આવે તેમજ બાળકને દર વખતે પોલિયોના ટીપા પીવડાવી ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવામાં અવશ્ય યોગદાન આપે તેમ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના અને ગીરગઢડા સહિત તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ ૧,૩૪,૫૩૩ બાળકોને પોલિયોના ટીપાથી સુરક્ષિત કરવામાં આવશે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.