રાજકોટ ના પંચનાથ પ્લોટમાં રહેતા લીનાબેન શાહ ને ટીવી સિરિયલ,વેબ સિરીઝ, સલમાન ખાનની ફિલ્મમાં કામ અપાવી દેવાના લાલચ ના બહાને મુંબઈ ટોળકીએ 8 લાખની કરી છેતરપિંડી
પંચનાથ પ્લોટમાં રહેતા લીનાબેન અભયભાઇ શાહ નામના મહિલા શિક્ષિકાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મુંબઇનો માહી ઉર્ફે શાઇન અફસર અલી, સોનમ ઉર્ફે શગુફતાબાનુ અફસર અલી, અરમાન અફસર અલી અને ભૂષણના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિના 2019માં અવસાન બાદ સાસુ સાથે રહેતા અને કોટેચા સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને ડાન્સ કોરિયોગ્રાફર છું અને અલગ-અલગ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરું છું. 2022માં મારા મોબાઇલ વોટ્સએપ ન્યૂઝ પેપર ગ્રૂપમાં જાહેરાત આવી હતી. તેમાં જણાવેલ કે, ટીવી સિરિયલમાં કામ કરવા માટે અમારે સારા કલાકારોની જરૂર છે જેથી રસ ધરાવતા હોય તેને ચૌધરી હાઇસ્કૂલ પાસે નોવા હોટેલ રૂબરૂ હાજર રહેવું જેથી તે અને હિતેશ પંડ્યા સાથે ગયા હતા. ત્યાં સોનમ ઉર્ફે શગુફતા અને માહી ઉર્ફે શાઇન અમારું ઓડિશન લીધેલ અને મારી પાસેથી આ મહિલાઓએ ફોર્મ ભરાવી રૂ.20 હજાર માગતા તેઓને આપ્યા હતા જેની કોઇ પહોંચ મને આપી ન હતી અને મને જણાવેલ કે, તમારું કામ સારું છે અને થોડા દિવસો બાદ અમો રાજકોટ આવી તમારો સંપર્ક કરીશું અને થોડા સમય બાદ સોનમ તથા તેની સાથે માહી રાજકોટ આવી હતી અને અમોને જણાવ્યું કે, રાજેશ્રી સિનેમા પાસે યુરોપિયન હોટેલ પાસે આવો તો ત્યાં ગયા હતા અને સોનમ અને માહી તેમજ અરમાન સાથે મુલાકાત થઇ અને અમે અહીં શૂટિંગ માટે આવ્યા છીએ અને ટીવી સિરિયલમાં નવું કામ આપવાનું છે અને અમો નવો પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ જેનું કામ તમને આપશું તેવી વાત કરી. વેબ સિરીઝના મારી પાસે કામ માટે તમારે 18 હજાર આપવા પડશે જેથી અમોએ આ બન્ને મહિલાઓને રૂપિયા આપ્યા. બાદમાં તેને મુંબઇ શૂટિંગ માટે બોલાવી અને કેમ્પસ કી દુની નામની વેબ સિરીઝનું વજેશ્વરી મુકામે શૂટિંગ પણ કરાવેલ જેમાં મારા શિક્ષક તરીકેના અડધા રોલનું શૂટિંગ કરેલ અને અરમાને મને જણાવેલ કે, કલર્સ ચેનલમાં ભૂષણ સર છે તેનો હું તમારો સંપર્ક કરાવી આપીશ અને તમને ટીવી સિરિયલ કયામત સે કયામત તક નામની સિરિયલમાં કામ અપાવી શ બાદમાં યુવતી ઘેર આવી હતી બે દિવસ બાદ મોબાઇલમાં ભૂષણ સરનો ફોન આવ્યો અને અરમાને તમારો નંબર આપ્યો હોવાનું જણાવ્યું હતું અને અમે કલર્સ ચેનલમાં એક નવી સિરિયલ બનાવી રહ્યા હોય તમારું સિલેક્શન થયું છે. તમને તેમાં કામ અપાવીશું જે માટે તમારે 70 હજાર ભરવાના રહેશે જેથી શિક્ષિકાએ ગૂગલ પેથી
પૈસા આપ્યા હતા.ટોળકીએ ફોટા શૂટ કરવાના બહાને વધુ રૂપિયા ગૂગલ પેથી લીધા. બાદમાં આલ્બમ સોંગ તથા સલમાન ખાનની ફિલ્મમાં મને રોલ આપવાના બહાને 5.62 લાખ માગતા તેને ભરેલ હતા અને એકાદ વર્ષ બાદ મને કોઇએ બોલાવેલ નહીં બાદમાં ફોન કરતા વાયદા કરતા હોય બાદમાં ફોન બંધ કરી દેતા તેની સાથે ઠગાઇ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.