CM સ્ટાલિને PM મોદીને પત્ર લખ્યો- ટંગસ્ટન માઈનિંગ રદ કરો:જો ખોદકામ થશે, તો વારસા અને આજીવિકા માટે જોખમી; તમિલનાડુ સરકાર ખાણકામની મંજુરી નહીં આપે
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શુક્રવારે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. એવી માંગણી કરી છે કે મદુરાઈમાં કેન્દ્ર સરકારના ટંગસ્ટન માઈનિંગ અધિકારો તાત્કાલિક રદ કરવામાં આવે. આ પહેલા ગુરુવારે સ્ટાલિને પણ તમિલનાડુમાં વિશ્વકર્મા યોજના લાગુ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સીએમ સ્ટાલિને પીએમને લખેલા પત્રમાં કહ્યું- કેન્દ્રએ જે વિસ્તારોમાં ખાણકામની મંજુરી આપી છે તે પુરાતત્વીય સ્થળો છે. માઈનિંગથી તેમને નુકસાન થશે. નજીકમાં ગીચ વસ્તી રહે છે. તે લોકોને તેમની આજીવિકા ગુમાવવાનો પણ ડર છે. સ્ટાલિને ચેતવણી આપી હતી કે તમિલનાડુ સરકાર આ વિસ્તારોમાં ક્યારેય માઈનિંગની મંજૂરી આપશે નહીં. ખાણ મંત્રાલયે રાજ્ય સરકાર સાથે વાત કર્યા વિના માઈનિંગ માટે બોલી લગાવવી જોઈએ નહીં. કેન્દ્રએ માઈનિંગ માટે મંજુરી આપી 7 નવેમ્બરના રોજ, કેન્દ્રીય ખાણ મંત્રાલયે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડને હરાજીના પસંદગીના બિડર તરીકે નિયુક્ત કરીને તમિલનાડુના નાયકરપટ્ટી ટંગસ્ટન બ્લોકમાં માઈનિંગની મંજૂરી આપી હતી. નાયકરપટ્ટી બ્લોકમાં કવટ્ટયમપટ્ટી, એટ્ટીમંગલમ, એ વલ્લપટ્ટી, અરિટ્ટાપટ્ટી, કિદરીપટ્ટી અને નરસિમ્હમપટ્ટી ગામોનો સમાવેશ થાય છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારના લોકો માઈનિંગની મંજૂરી સામે વિરોધ કરી રહ્યા છે. વિસ્તારની હેરિટેજ સાઇટને જોખમ સીએમ સ્ટાલિને કહ્યું કે અરિટ્ટાપટ્ટી જૈવવિવિધતા ધરાવતું સ્થળ છે. ગુફા મંદિરો, શિલ્પો, જૈન પ્રતીકો જેવા ઘણા પુરાતત્વીય સ્થળો પણ છે. માઈનિંગ તેને ન ભરી શકાય તેવું નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય સ્ટાલિનનું કહેવું છે કે આ વિસ્તારમાં કોમર્શિયલ માઇનિંગથી અહીં રહેતા લોકોની આજીવિકા પર અસર પડી શકે છે. સ્થાનિક લોકોમાં ટંગસ્ટન પ્રોજેકટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ છે. તમિલનાડુ સરકારે 3 ઓક્ટોબર, 2023ના રોજ કેન્દ્રને પત્ર લખીને ખાણ અધિકારોની હરાજીનો વિરોધ કર્યો હતો. પરંતુ કેન્દ્રએ ખાણના અધિકારોની હરાજી રોકવાનો ઇનકાર કરી દીધો હતો. વિશ્વકર્મા યોજના લાગુ કરવાની ના પાડી ટંગસ્ટન માઈનિંગનો વિરોધ કરતા પહેલા બુધવારે સીએમ સ્ટાલિને પણ તમિલનાડુમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાગુ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. વડાપ્રધાને લખેલા પત્રમાં તેમણે વિશ્વકર્મા યોજનાને જાતિ આધારિત ગણાવી છે. સીએમએ કહ્યું કે તમિલનાડુ સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને પત્ર લખ્યો છે અને યોજનામાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે. મંત્રાલય તરફથી મળેલા જવાબમાં સૂચનોનો કોઈ ઉલ્લેખ નથી. તેથી તમિલનાડુ સરકાર તેના રાજ્યમાં આ યોજના લાગુ કરશે નહીં. સ્ટાલિને કહ્યું છે કે તમિલનાડુમાં તેમની સરકાર કારીગરો અને શિલ્પકારો માટે એક યોજના લાવશે જે જાતિ આધારિત નહીં હોય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.