રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિત લહેરોનો અનુભવ - At This Time

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિત લહેરોનો અનુભવ


સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે પવનની દિશમા બદલાઇ છે અને ઉતર-પૂર્વનાં ઠંડા તથા સુકા પવનો ફુંકાવા લાગ્યા છે. આથી આજરોજ રાજકોટ સહિત અનેક સ્થળોએ સવારનાં ભાગે શિત લહેરોથી લોકોએ તિવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે મોટા ભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયુ હતું. પરંતુ શિત લહેરોથી ઠંડીની તિવ્રતા વધુ અનુભવાઇ હતી.
દરમ્યાન આજરોજ સવારે નલિયા ખાતે 14.8 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી તેમજ અમદાવાદ ખાતે 18.1, ભાવનગરમાં 19.2, ભુજમાં 17.3, દમણમાં 18.2, ડિસામાં 17.6, દિવમાં 16.8, દ્વારકામાં 20.6, કંડલામાં 19.3, ઓખામાં 24.7, પોરબંદરમાં 15.8, રાજકોટમાં 15.3 તથા સુરતમાં 20 અને વેરાવળમાં 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
જયારે જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન અડધા ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 16 ડીગ્રી જ્યારે આંશિક વધીને મહત્તમ તાપમાન 30.5 ડીગ્રી નોંધાયું હતું. મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડક યથાવત રહી હતી. ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 72 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 4.1 કિ.મી.ની રહેવા પામી હતી. આથી સવારે અને સાંજે શિત લહેરો અનુભવાઇ હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.