વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ નયનભાઈ જોશીના પિતાશ્રીનુ અવસાન : શનિવારે બેસણુ
વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ નયનભાઈ જોશીના પિતાશ્રીનુ અવસાન : શનિવારે બેસણુ
ખંભાળીયાના ડિસ્ટ્રિક્ટ જજ સમીરકુમાર વ્યાસના સસરા તથા અમદાવાદના એડીનશનલ સીનિયર જજ દેવાંગભાઈ જોશી, જયોતિષાચાર્ય મનોજભાઈ શાસ્ત્રીના પિતાશ્રીના નિધનથી ઘેરો શોક : શોકાંજવિસાવદર : બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીના પિતાશ્રી-જૂની પેઢીના પીટીશન રાઈટર રવિભાઈ જોશીનુ અવસાન થયેલ છે.વિસાવદર નિવાસી સાઠોદરા નાગર બ્રાહ્મણ રવિરાય કનકરાય જોશી (ઉ.વ. ૮૧)નું ગઈકાલે તા. ૨૬-૧૧-૨૦૨૪ મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે, સદગતની સ્મશાન યાત્રા તા. ૨૭-૧૧-૨૦૨૪ને બુધવારનાં રોજ સવારે ૯:૦૦ કલાકે નિવાસ સ્થાન રામજી મંદિર વાળી શેરી, જીવાપરા, વિસાવદરથી નિકળી હતી. જેમાં સગા-સંબંધીઓ-જ્ઞાતિજનો તથા વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા અને શોકાંજલી અર્પી હતી.
સ્વર્ગસ્થ રવિભાઈ તે રીટાબેન એસ.વ્યાસ, જયોતિષાચાર્ય મનોજભાઈ શાસ્ત્રી, નયનભાઈ જોશી (એડવોકેટ, વિસાવદર) તેમજ દેવાંગભાઈ જોશી (એડીશનલ સિનિયર જજ-અમદાવાદ)ના પિતાશ્રી તથા સમીરભાઈ વ્યાસ (ડિસ્ટ્રીક્ટ જજ, ખંભાળીયા)ના સસરાના નિધનથી શોકની લાગણી વ્યાપી છે.સ્વર્ગસ્થ રવિભાઈ જોષીનુ બેસણુ તા.૩૦-૧૧-૨૦૨૪ શનિવારના રોજ બ્રહ્મ સમાજની વાડી, કાબરા દરવાજા પાસે, વિસાવદર ખાતે સાંજે ૪થી ૬ રાખેલ છે. શ્રી નયનભાઈ જોશી (મો.૯૪૨૬૪ ૪૨૪૧૩).
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.