ચોરીની બાઈક સાથે ઈસમને ઝડપી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બાલાસિનોર શિવમ કોમ્પ્લેક્ષ આગળથી ચોરાયેલ મોટર સાયકલ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ
મહે.આઈ.જી.પી સાહેબ શ્રી આર.વી.અસારી ગોધરા રેન્જ તથા મે પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિહ જાડેજા સાહેબ મહીસાગર નાઓએ મિલ્કત સબંધી/વાહન ચોરી ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ જે આધારે મહે,નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કમલેશ વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ શ્રી એ.એન.નિનામા સાહેબ નાઓની સુચના મુજબ મિલ્કત સબંધી/વાહન ચોરી ગુન્હા શોધી કાઢવા સારૂ સૂચના કરેલ હોય
જેથી બાલાસિનોર ટાઉન પોસ્ટે ખાતે એ.પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૭૦૦૨૨૪૦૪૯૪/૨૦૨૪ BNS કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો નોંધાયેલ જેથી આજરોજ પો.ઇન્સ શ્રી એ.એન.નિનામા તથા એ.એસ.આઈ.દેવેન્દ્રસિંહ મોહનસિંહ બ.નં.૭૬૫ તથા આ.પો.કો છત્રસિહ ઉદેસિંહ બ.નં ૩૩૭ તથા આ.પો.કો રાજેન્દ્રસિંહ હરૂભા બ.નં ૩૬૫ તથા અ.પો.કો.રિતેશકુમાર રમેશભાઈ બ.નં.૭૪૪ એ રીતેનાં પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાલાસિનોર માનવ હોટલ પાસે ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીગમાં ઉભા હતા. તે દરમ્યાન એક બ્લેક કલરનું હિરો સ્પેલન્ડર પ્રો મો.સા નંબર GJ-07-BP-9126 નું લઇને એક ઇસમ આવેલ જે મો.સા. ઉભું રાખતા જેઓની પાસે ગાડીના સાધનીક કાગળો માંગતા તેઓ પાસે કોઈ કાગળ ન હોય જેથી તેઓની ઉપર શંકા જતા તેને રોકી મો.સા નંબર GJ-07-BP-9126 પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા સદર મો.સા બાલાસિનોર ટાઉન પોસ્ટેનાં ઉપરોકત ગુન્હાને કામે ચોરાયેલ હોય જેથી સદર ઇસમને પકડી લઇ તેનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ખલીલભાઈ કાલુભાઈ મુલતાની રહે.મુલતાનપુરા, બાલાસિનોર તા.બાલાસિનોર જી.મહિસાગર નાઓ હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોકત ગુન્હાનાં કામે પકડી અટક કરી મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.