જેતપુરમાં અનૈતિક પ્રેમ સંબંધમાં પત્નીના પ્રેમીએ પતિને છરી મારી જેતપુર પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધાયો
જેતપુર શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો જેમાં અનૈતિક પ્રેમ પ્રકરણમાં પત્નીના પ્રેમીએ પતિને છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ જેતપુર પોલીસ મથકે નોંધાઇ હતી
બનાવની વિગતો મુજબ શહેરના અમરનગર રોડ પર રહેતા અને કાપડનું દલાલી કામ કરતા ફેનીશ ઝવેરભાઈ ભુસડાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પરિવાર સાથે દીવ બાજુ ફરવા જવાનું હોય જેથી વહેલી સવારે દિવ જવાની તૈયારી કરતા હોય ત્યારે છેલ્લા પાંચેક મહિનાથી આ વેપારીની ક્રેટા ગાડી ચલાવતો ડ્રાઇવર અયાજ ઈસ્માઈલભાઈ બાલાગામી રહે. ખોડપરા વાળો વેપારીના ઘરે આવીને કહેવા લાગેલો હતો કે દીવ મારે પણ ફરવા આવું છે.ત્યારે આ વેપારીએ જણાવેલ કે તને અમોએ બોલાવેલ નથી તેમ છતાં શું કામ અમારી સાથે આવવા માંગે છે ત્યારે આ વેપારીની પત્ની રિદ્ધિ એ જણાવેલ કે આમને મેં બોલાવેલો છે અને મારે તેમની સાથે પ્રેમ સંબંધ છે જેથી તે આપણે સાથે આવશે. આ બાબતે રકઝક થતા આવેલ આયાજ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલા ધમકી આપેલ કે તને અને તારા છોકરોઓને પતાવી દઈશ. તારી પત્ની રિદ્ધિ કહે તેમ કર નહિતર જીવથી જઈશ આવી ધમકી આપીને અપશબ્દ બોલેલ. આ બાબતે તેમને ગાળો બોલતા રોકતા અયાજ ઉગ્ર થઈ ગયો હતો અને ઢીકા પાટુનો જેમ ફાવે તે માર મારવા લાગેલ. આ દરમિયાન તેમની પત્ની રિદ્ધિ પણ આવીને આ વેપારી જે પતિના ગાલે તમાચો મારી દીધેલ આમ સામસામે બોલાચાલી દરમિયાન વેપારીના પત્નીના પ્રેમી અયાજે તેના નેફા માંથી છરી કાઢીને ડાબા હાથની કોણીના નીચેના ભાગે મારતા રાડો રાડ થતા આજુબાજુના રહેવાસીઓ આવી જતા વેપારીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ હતો. આ બનાવવામાં પાંચેક મહિના પહેલા વેપારીની પત્નીના પ્રેમ સંબંધની જાણ થઈ જતા અયાજ ને ડ્રાઇવરમાંથી કાઢેલો હતો .
આ બનાવવામાં ફરિયાદી વેપારીએ આયાજ ઈસ્માઈલ બાલગામી તેમજ વેપારી ની પત્ની રિદ્ધિ ફેનિસભાઈ ભુસડા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે જેતપુર પોલીસે કલમ 115(2),118(1), 352,351(2),54 તેમજ જીપીએફ કલમ 135 મુજબ આરોપી એકબીજાની મદદ કરી જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટના જાહેરનામાનો ભંગ કર્યા નો પણ ગુનો દાખલ કરી જેતપુર પોલીસે તપાસ આગળ હાથ ધરી છે
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.