ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા બે યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
મૂળ રાજસ્થાનના અને અહી અવધના ઢાળિયા પાસે રહી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં સોહમસિંહએ તેની સાથે કામ કરતા ચાર શખ્સોને કામ પરથી કાઢી નાખતા જેનો ખાર રાખી ચારેય શખ્સોએ છરી વડે હુમલો કરી મોબાઇલ અને પાંચેક હજાર રૂપિયા ઝૂંટવી ગયાનો આક્ષેપ કર્યો હતો.
બનાવમાં સોહમસિંહ અને તેનાં મિત્ર રવિન્દ્રસિંહને ઈજા પહોંચતા બંને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અવધના ઢાળિયા પાસે અવધ સોહમન એપાર્ટમેન્ટમાં રહેતાં સોહમસિંહ ચીમનસિંહ રાવ (ઉ.વ.31) નામનો યુવક અને તેનો મિત્ર રવિન્દ્રસિંહ બાજવા ઉર્ફે સન્ની પાજી બંને ગઈ કાલ રાત્રિના અવધના ઢાળિયા પાસે ચાની દુકાન પાસે હતા ત્યારે આસિફ, સમીર, આમિર અને જમાલ તથા તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.
બાદ બંનેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે સોહમસિંહએ જણાવ્યું હતું કે પોતે મૂળ રાજસ્થાનના અને અહીં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. હુમલો કરનાર આસિફ, સમીર, આમિર અને જમાલ આ બધા મારી ઇવેન્ટ મેનેજમેન્ટમાં કામ કરતાં હતાં.
પણ આ બધા નસો કરતાં હોય જેથી ઇવેન્ટ મેનેજમેન્ટના કામમાથી છુટા કરી દીધા હતા. જેનો ખાર રાખી ગઈ કાલે હુમલો કરી મોબાઇલ અને પાંચેક હજાર રૂપિયા લઈ નાસી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતાં તુરંત પોલીસ દોડી ગઇ હતી. અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.