જેતપુરના ટ્રાન્સપોર્ટ ધંધાર્થી બે દિવસ રાજકોટ ગયા’ને ઘરમાં સવાઆઠ લાખની ચોરી
તા...27/11/2024
MUKTAR MODAN JETPUR
ATT THIS TIME
જેતપુર શહેરના ધારેશ્વર પાસે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ધંધા અર્થે ત્રણ દિવસ મકાન બધં કરી બહારગામ હતા તે દરમિયાન તેમના ઘરના દરવાજાના તાણા તોડી કોઈ અજાણ્યા તસ્કરો સોનાના દગીના ૪૭ હજાર રૂપિયાની રોકડ રકમ સાથે કુલ ૮,૧૪,૫૭૦ રૂપિયાની ચોરી કરી ગયાની ફરીયાદ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.શહેરના ધારેશ્વર દાતાર તકિયા પાસે રહેતા મહેબૂબભાઈ સુમરાએ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે થયેલ ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
જે ફરીયાદ મુજબ તેઓ રાજકોટના નવાગામ ખાતે દિપક ટ્રાન્સપોર્ટ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને વ્યવસાય પર દરરોજ અપડાઉન કરીને જાય છે. દિવાળી ઉપર તેઓને ટ્રાન્સપોર્ટનું બહત્પ કામ રહેતું હોય તેઓ પરીવાર સાથે રાજકોટ સ્થિત પોતાના મકાને રહેવા ગયા હતાં.
ત્યારે ગત તા. ૨૩ ઓકટોબરના રોજ જેતપુર સ્થિત મકાનની સામે જ રહેતા ફરીયાદીના મામાનો તેઓને ફોન આવેલ કે તારા ઘરના દરવાજાના તાળા તૂટેલ છે. જેથી મહેબૂબભાઈ પરીવાર સાથે જેતપુર સ્થિત ઘરે આવીને જોતા ઘરના તાણા સાથે ઘરની અંદર કબાટના પણ તાળા તૂટેલ હતા. અને કબાટમાં રહેલ પત્નીનો સોનાનો હાર, વીંટીઓ, બુટીઓ કિંમત રૂપિયા ૭,૬૫,૫૭૦ તેમજ રોકડ ૪૭ હજાર સહિત કુલ ૮,૧૪,૫૭૦ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલ હતો. આ બનાવ અંગે પોલીસ દ્રારા અંદરખાને તપાસ ચાલુ રખાઈ હતી, બાદમાં ફરિયાદ લેવાઈ હતી. પોલીસે ફરીયાદી મહેબૂબભાઈની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી ઉધ્યોગ નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.