સરવૈયા ચોકમાં 4 ગેરકાયદે બાંધકામો તોડી પાડતું તંત્ર
રેલનગરમાં મામલતદારનું દબાણ હટાવ ઓપરેશન
ખેતલા આપા ટી સ્ટોલ સહિતના દબાણો હટાવાયા
રાજકોટ શહેર પૂર્વમાં આવેલા રેલનગર વિસ્તારમાં સરવૈયા ચોકમાં રેવન્યુ સરવે નંબર 609 પૈકી ટી.પી.સ્કીમ નંબર 23 ના એફ.પી.નંબર 34/2 પર આવેલ 1500 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે રીતે કોમર્સિયલ બાંધકામો ખડકી દેવાયાની હકીકત ધ્યાનમાં આવતા પૂર્વ મામલતદારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને બિનઅધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધા હતા. આ સરકારી જમીનની અંદાજે બજાર કિંમત રૂ.7.50 કરોડ થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.