રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આજરોજ 26 નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ફૂલે આંબેડકર મિશન જેતપુર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ કેક કાપી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તા..26/11/2024
ATT THIS TIME
MUKTAR MODAN JETPUR
ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.
નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ જાહેરાત કરી હતી કે, ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજરોજ જેતપુર શહેરમાં ફૂલે આંબેડકર મિશન દ્વારા શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ સરદાર ગાર્ડન નજીક આવેલ બાબાસાહેબ આંબેડકર પ્રતિમામાં પરિસરમાં કેક કાપી રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના યુવાનો વડીલો, બાળકો દ્વારા ઉપસ્થિત રહી કેક કાપી મીઠા મોંઢા કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.