થાનમાં સાઈકલ સ્ટોરમાં શોક સર્કિટને લીધે આગ લાગી - At This Time

થાનમાં સાઈકલ સ્ટોરમાં શોક સર્કિટને લીધે આગ લાગી


દોઢ કલાકે આગ કાબૂમાં આવી, કોઇ જાનહાનિ નહીં

થાનગઢમાં સાયકલ સ્ટોરમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ટાયર ટ્યૂબને કારણે આગ વધુ ફેલાતા દોઢ કલાકે કાબૂમાં આવી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોક્સર્કિટ હોવાનું બહાર આવ્યું હતું.

થાનગઢમાં સોમવારના રોજ સાંજના સમયે વોર્ડ નં.એકમાં ભૂમિત સાઈકલ સ્ટોર્સમાં અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં ટાયરટ્યૂબ પડી હોવાના કારણે આગ વધુ પ્રસરી જતા દુકાન આખી ભડભડ સળગવા લાગી હતી. આમ થાનગઢ વોર્ડ નં. એકમાં મેઈન રોડ ઉપર ભૂમિ સેકન્ડ સ્ટોરની અંદર બે માળની દુકાન ઉપર આગની લપટોને લઈ

આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે ફાયર વિભાગને આ બનાવની જાણ કરતા તાત્કાલિક રવાના થયા હતા. પરંતુ શહેરના ફાટકે ઓવરબ્રિજના ધીમા કામના કારણે ટ્રાફિક સમસ્યા નડતા થોડું મોડું થયું હતું. જ્યારે સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવાયા બાદ દોઢ કલાકે આગ કાબૂમાં આવી હતી. પરંતુ દુકાનમાં રહેલો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.