નાવદ્રા દાડમાથી ઈશ્વરિયા-ભેટાળા સુધીના રસ્તાને મરામતની મંજૂરી
નાવદ્રા દાડમાથી ઈશ્વરિયા-ભેટાળા સુધીના રસ્તાને મરામતની મંજૂરી
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર સફળ રજૂઆત
વેરાવળ તાલુકાનાં *નાવદ્રા દાડમા થી ઈશ્વરીયા, સવની,ભેરાળા, માલજીજવા* સહિત નો રસ્તો મંજુર થયેલ છે. આ રસ્તો સાત થી આઠ વર્ષ પહેલાં બનેલ હોવાથી ખુબજ બિસ્માર હાલતમાં ફેરવાયેલ અને રસ્તા મા ઠેક ઠેકાણે ખાડા અને ઉબડખાબડ રસ્તા હતો જેથી આ ગ્રામ્ય વિસ્તારના લોકો ખુબજ પરેશાન હતા અને વાહનો ચલાવવા અતિ મુશ્કેલ બનેલ આ બાબત ની રજૂઆત સાંસદ *શ્રી રાજેશભાઈ ચુડાસમા* અને *પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર* ને કરતા તેવો દ્વારા *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ* ને રસ્તો તાત્કાલિક બને તેવી રજૂઆત કરવામાં આવેલ અને આ રજુઆત ને કારણે આ રસ્તો મંજુર થયેલ છે. આ રસ્તો બનતા વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામ થી તાલાલા પણ નિકળી શકાય છે અને *નાવદ્રા દાડમા ઇશ્વરીયા,સવની,મંડોર,ભેરાળા અને માલજીજવા* અને મોટો વાડી વિસ્તાર આવે છે. જેથી આ રસ્તો મંજુર થતા આ વિસ્તારના લોકો મા આનંદ ની લાગણી ફેલાયેલ છે તેમજ આ રસ્તો બનવા ને કારણે *સોનારીયા ગામ થી તાલાલા* પણ નિકળી શકાય છે જેથી લોકો ને ખુબજ સરળતા પડશે અને આ રસ્તો મંજુર કરવાવવા બદલ સાંસદ *શ્રી રાજેશભાઈ ચુડાસમા* અને *શ્રી માનસિંહભાઈ પરમાર* નો આભાર વ્યક્ત કરેલ આ રસ્તા ની કામગીરી પણ ટુક સમયમાં શરૂ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.