સુરેન્દ્રનગર LCB પોલીસે ફૂલગ્રામ ગામના પાટીયા નજીકથી કાપડના ગાંસડીની આડમાં છુપાવેલો વિદેશી દારૂની 6922 બોટલો ભરેલી ટ્રક ઝડપાઈ. - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે ફૂલગ્રામ ગામના પાટીયા નજીકથી કાપડના ગાંસડીની આડમાં છુપાવેલો વિદેશી દારૂની 6922 બોટલો ભરેલી ટ્રક ઝડપાઈ.


વિદેશી દારૂની બોટલો નંગ 6922 કિ.રૂ. 496,98,838 તથા ટ્રક કિ.રૂ.10,00,000 તથા મોબાઇલ નંગ 1 કિ.રૂ.30,000 એમ કુલ મળીને રૂ.57,70,786 ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમના પીઆઇ જે જે જાડેજા સહિતનો સ્ટાફ જિલ્લામાં પસાર થતા અલગ અલગ નેશનલ હાઇવે પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી અમુક વાહનોમાં વિવિધ પ્રકારની કવરિંગ કરી આડમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોક્કસ હકીકત મેળવી પરિણામ લક્ષી કામગીરી કરવા હાઇવે પર પેટ્રોલિંગમાં હોય તેવા સમયે ફૂલગ્રામ ગામના પાટીયા સામે એક ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ, પીએસઆઇ જે વાય પઠાણ, ઈનચાર્જ પીએસઆઇ એન એ રાયમા, પરીક્ષીતસિંહ ઝાલા, પ્રવીણભાઈ કોલા, યશપાલસિંહ રાઠોડ, કુલદીપ ભાઈ બોરીયા, તથા પેરોલ ફર્લો સ્કોડના એએસઆઈ મનસુખભાઈ રાજપરા, ભુપતસિંહ રાઠોડ સહિત સમગ્ર ટીમ દ્વારા ફુલગ્રામના પાટીયા સામે એપલ હોટલની સામે ભારત બેન્ઝ કંપનીની એક ટ્રક જેનો રજી. RJ 17 GA 6070 વાળો જોવા મળ્યો હતો જેથી સ્ટાફ દ્વારા આ ટ્રકમાં તપાસ કરતાં અંદરથી કાપડના ગાંસડીની યાડમા છુપાવેલ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની બોટલ નંગ 6922 જેની કિ.રૂ.46,98,838 મળી આવતા જેથી એલસીબી સ્ટાફ દ્વારા ટ્રક ચાલક ક્રિષ્નરામ બાબુરામ ખોથ રહે રાજસ્થાન વાળા ને ઝડપી લઇ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના જયપાલસિંહ ચૌધરી દ્વારા ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું સાથે જ ટ્રક ચાલક પાસેથી રોકડા રૂ.3000 તથા મોબાઈલ નંગ 1 કિ.રૂ.30,000 તથા ટ્રકની કિ.રૂ.10,00,000 તથા કાપડની ગાંસડી નંગ 107 કિ.રૂ.38,948 એમ કુલ મળીને રૂ.57,70,786 ના મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક તથા દારૂ ભરી આપનાર શોખ સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.