ઈડર તાલુકામાં લાકડાની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર - At This Time

ઈડર તાલુકામાં લાકડાની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર


ઈડર તાલુકામાં લાકડાની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વૃક્ષ વાવો વરસાદ લાવો,એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા કાર્યક્રમો થકી લોકોમાં જાગૃપ્તા લવાઈ રહી છે. ત્યારે ઇડર તાલુકામાં સરકારના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ ઈડર તાલુકાના પાનોલ પાટિયાના રસ્તે નંબર વગરની ટ્રેક્ટર ની ટ્રોલીમાં લીલા લાકડા ભરી ચાદર નાખી લાકડાની હેરાફેરી થઈ રહેલી જોવા મળી રહી છે. સૂત્રો થી મળતી માહિતી મુજબ વૃક્ષોનું છેદન કરી ટ્રેક્ટર દ્વારા રોજના હજારો ટન રાત દિવસ લાકડાની હેરાફેરી થઈ રહી છે. પરંતુ વનવિભાગની આંખો ખુલતી નથી કે ખુલ્લી આંખે પણ દેખાતું ન હોય તેમ ઘોર નિંદ્રામાં વનવિભાગ ઉઘતું જોવા મળી રહ્યુ છે પરંતુ તાલુકામાં લાકડાની હેરાફેરી કાયદેસર ની ગેરકાયદેસરની તે લોકોમાં સવાલ ઊભો થઈ રહ્યો છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો )


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.